મિલેટ મૂઠિયાં

મિલેટ મૂઠિયાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: ચણાનો લોટ - અડધો કપ • જુવારનો લોટ - 1 કપ • બાજરીનો લોટ - 1 કપ • મકાઈનો લોટ - અડધો કપ • સમારેલી મેથી - અડધો કપ
• સમારેલી કોથમીર - અડધો કપ • છીણેલું બીટ - અડધો કપ • છીણેલું ગાજર - અડધો કપ • આદું-મરચાં-લસણ પેસ્ટ - 2 ચમચી • સાજીના ફૂલ - પા ચમચી • અજમો - અડધી ચમચી • હળદર - 1 ચમચી • હિંગ - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • ધાણાજીરું - 1 ચમચી • તેલ - 3 ચમચી • મીઠું - સ્વાદ મુજબ

(વઘાર માટે) રાઈ - 1 ચમચી • તલ - 2 ચમચી • લીમડો - 5થી 6 પાન • લીંબુ રસ - 2 ચમચી • તેલ 3 ચમચી

રીત: વઘાર સિવાયની સામગ્રીને કથરોટમાં લઈ સારી રીતે મિક્સ કરી લો. જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધી લાંબા મૂઠિયાંવાળી વરાળિયામાં બાફી લો. મૂઠિયાં ઠંડાં પડ્યે કાપી લો. કડાઈમાં તેલ ગરમ કરો ને રાઈ, તલ અને લીમડાનો વઘાર કરી મૂઠિયાં, લીંબુનો રસ ઉમેરી લો. એકદમ હલાવી લો અને ઉપર કોથમીર ભભરાવીને સર્વ કરો.

મિલેટ મૂઠિયાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.