મિસળ પાંઉં

મિસળ પાંઉં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ ફણગાવેલા મગ, મઠ, ચણા અને વટાણા - 2 કપ • ઝીણી સમારેલી ડુંગળી - 3 નંગ • ઝીણાં સમારેલાં ટામેટાં - 2 નંગ • લસણની પેસ્ટ -1 ચમચી • આદુંની પેસ્ટ – 1 ચમચી • આખા ધાણા - 2 ચમચી • વરિયાળી - 1 ચમચી • તલ – 2 ચમચી • જીરું - 1 ચમચી • લવિંગ – 4 નંગ • મરી - 10 નંગ • તજ – 1 ટુકડો • બાદિયાણા - 1 નંગ • ટોપરાની છીણ – 2 ચમચી • કાશ્મીરી લાલ મરચું - 2 ચમચી • રાઈ – અડધી ચમચી • ધાણાજીરું - દોઢ ચમચી • દેશી લાલ મરચું - 1 નંગ • હળદર – અડધી ચમચી • હિંગ – પા ચમચી • મીઠાં લીમડાના પાન – 5 નંગ • તેલ – 1 ચમચો • સર્વિંગ માટે - કોથમીર – 3 ચમચી • ચવાણું - જરૂર મુજબ
રીતઃ સૌપ્રથમ ફણગાવેલા કઠોળને કૂકરમાં ચપટી હળદર અને મીઠું ઉમેરીને બે સીટી વગાડીને બાફી લો. ત્યારબાદ એક પેન લો. પેન ગરમ થાય એટલે આખા ધાણા, તલ, વરિયાળી, જીરું, લવિંગ, મરી, તજ અને બાદિયાણા બરાબર શેકી લો. હવે તેમાં લસણ પેસ્ટ અને આદું પેસ્ટ ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીને ગેસ બંધ કરી લો. આ મસાલાને ઠંડો થવા દો. એક મિક્સ જારમાં તૈયાર કરેલો મસાલો અને થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ તેમાં સમારેલાં ટામેટાં ઉમેરો. ટામેટાં ચડે ત્યાં સુધી તેણે સાંતળો. હવે તેમાં દેશી લાલ મરચું, હળદર, ધાણાજીરું ઉમેરીને બે મિનિટ માટે સાંતળી લો. અગાઉ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરો. હવે તેમાં બાફેલાં કઠોળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી ઉકળવા દો. મિસળને એક બાઉલમાં લઈ તેમાં સમારેલી ડુંગળી, ચવાણું અને કોથમીર ભભરાવી પાંઉ સાથે સર્વ કરો.

મિસળ પાંઉં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.