મુગલાઈ પનીર સ્ટફ્ડ પરાઠા

મુગલાઈ પનીર સ્ટફ્ડ પરાઠા...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ (લોટ માટે) મેંદો ૨ કપ • તેલ બે ચમચી • મીઠું સ્વાદાનુસાર • પાણી અડધો કપ

(સ્ટફિંગ માટે) છીણેલું પનીર ૨ કપ • ઝીણી સમારેલી ડુંગળી એક કપ • બે લીલા મરચાં ઝીણા સમારેલા • લસણની પેસ્ટ એક ચમચી • કેપ્સીકમ એક કપ ઝીણું સમારેલું • ગાજર એક કપ છીણેલું • લાલ મરચું એક ચમચી • હળદર અડધી ચમચી • ધાણાજીરું એક ચમચી • આમચુર એક ચમચી • ગરમ મસાલો ચપટીક • સ્વાદાનુસાર મીઠું • ૨ ચમચી તેલ

રીતઃ મેંદામાં મીઠું, તેલ અને પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધો. લોટ પર થોડુંક તેલ લગાડીને ૨૦ મિનિટ સુધી ઢાંકીને મૂકી દો. એક કઢાઈમાં તેલ લઈ તેમાં આદુ, લસણ, લીલા મરચાં, ડુંગળી સાંતળો. ગાજર અને કેપ્સીકમ ઉમેરો. તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર ઉમેરો. આમચુર પાઉડર અને ગરમ મસાલો નાંખો. હવે છીણેલું પનીર ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરો. લોટને બરાબર ગૂંથી લઈને તેના લુવા બનાવો. દરેક લુવાને વણી લઈને તેમાં પનીરનું સ્ટફિંગ કરો. પરાઠાને બને ત્યાં સુધી પાતળા વણો. ચોરસ કે ત્રિકોણ પરાઠા પણ વણી શકો. બટર અથવા તો ઘીથી સાંતળો. મુગલાઈ પરાઠા ગરમાગરમ સર્વ કરો.

મુગલાઈ પનીર સ્ટફ્ડ પરાઠા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.