મેક્સિકન ફ્રાઇડ રાઇસ

મેક્સિકન ફ્રાઇડ રાઇસ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: રાંધેલો બાસમતી ભાત - 1 કપ • સમારેલાં કેપ્સિકમ (ત્રણેય રંગના) - અડધો કપ • બાફેલાં મકાઈના દાણાં - અડધો કપ • બાફેલાં રાજમા - અડધો કપ
• સમારેલું ગાજર - અડધો કપ • સમારેલી બ્રોકોલી - અડધો કપ • સમારેલી ડુંગળી - 1 નંગ • બાફેલી ફણસી - પા કપ • ટમેટાં - 1 નંગ • લીલાં મરચાંની પેસ્ટ - 1 ચમચી • લસણ પેસ્ટ - 1 ચમચી • બટર - 3 ચમચી • તેલ - 1 ચમચી • મરી પાઉડર - પા ચમચી
• મીઠું - સ્વાદ મુજબ • ટોમેટો કેચઅપ - 2 ચમચી • ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો - સ્વાદ અનુસાર
રીત: બધા શાક ઝીણાં સમારી લો. બ્રોકલીને ગરમ પાણીમાં ફક્ત બે મિનિટ બાફી નિતારી લો. કડાઈમાં બટર અને તેલ ગરમ કરો ને લસણ તથા લીલાં મરચાંની પેસ્ટ અને સમારેલી ડુંગળી સાંતળો. બાકીના શાક અને કઠોળ ઉમેરી ક્રન્ચી રહે એટલા પકાવો. પછી ટોમેટો કેચપ અને બધા મસાલા ઉમેરો. છેલ્લે રાઈસ અને એક ચમચી બટર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લો. મેક્સિકન ફ્રાઇડ રાઈસ તૈયાર છે.

મેક્સિકન ફ્રાઇડ રાઇસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.