રસવડાં

રસવડાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ચણાની દાળ અડધો કપ • લીલું મરચું ૧ નંગ • સમારેલી ડુંગળી ૧ નંગ • સમારેલું આદું - નાનો ટુકડો • સમારેલું લસણ ૪ કળી • સમારેલા ટામેટાં ૧ નંગ • આખા લાલ મરચું ૧ નંગ • વરિયાળી અડધી ચમચી • તેલ ૨ ચમચા • તજ નાનો ટુકડો • લવિંગ-એલચી-મરી ૨-૨ નંગ • લાલ મરચું અડધી ચમચી • ધાણા પાઉડર ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ

રીતઃ દાળને બે કલાક પલાળી રાખો. મીક્સરમાં દાળને આખું લાલ મરચું, વરિયાળી અને મીઠું નાંખીને ક્રશ કરી લો. હવે આ મિશ્રણમાંથી વડા બનાવી બ્રાઉન રંગના તળી લો. હવે ગરમ તેલમાં મરી, લવિંગ, તજ, લીલું મરચું, તમાલપત્ર આદું, લસણ અને ડુંગળી સાંતળો. ડુંગળી આછા બદામી રંગની થાય એટલે તેમાં ટામેટાં, હળદર, મરચું અને ધાણા પાઉડર તથા મીઠું નાખીને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો. તે પછી એક કપ પાણી રેડીને ઉકાળો. હવે તેમાં ચણાની દાળના વડા ભેળવો. થોડી થોડી વારે હલાવતાં રહી પાંચેક મિનિટ સાંતળો. રસવડાંની ગ્રેવી ઘટ્ટ જ રાખવી.

રસવડાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.