રાજસ્થાની અથાણું

રાજસ્થાની અથાણું...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: લાલ મરચાં - ૧૦થી ૧૫ નંગ • આમચૂર પાઉડર - ૨ ચમચી • હિંગ - ૩ ચપટી • હળદર - ૧ ચમચી • રાઈ પાઉડર - ૩ ચમચી • ધાણાજીરું પાઉડર - ૨ ચમચી • વરિયાળી પાઉડર - ૧ ચમચી • મેથી પાઉડર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • સરસવનું તેલ - પા કપ
રીત: સૌપ્રથમ મરચાને ધોઈને કપડાં વડે સાફ કરી લેવાં. ત્યારબાદ કાપો પાડીને અંદરથી બી દૂર કરી નાંખવા. હવે તમામ મસાલાને મિક્સ કરવા. તૈયાર થયેલા મસાલાને મરચાંની અંદર ભરી લો. સરસવનાં તેલને સાધારણ ગરમ કરીને ભરેલાં મરચાં પર રેડી દો. થોડી વાર પછી કાચની બરણીમાં ભરી લો. ૧૫ દિવસ એમ જ બહાર રહેવા દેવું. આ પછી ફ્રીજમાં મૂકીને આખું વર્ષ સાચવી શકો છો.

રાજસ્થાની અથાણું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.