લીલવાની કચોરી

લીલવાની કચોરી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ૫૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા • અડધું નાળિયેર લીલું અથવા સૂકું • ૧ ઈંચ આદુંનો ટુકડો • ૫થી ૬ નંગ લવિંગ • ૨ ટુકડા તજ • ૮થી ૧૦ મરી • ચપટી હીંગ • ૧ ચમચી આખા ધાણા • ૧ ચમચી વરિયાળી • ૧ ચમચી તલ • ૧ મોટા લીંબુનો રસ • ૩ ટેબલ સ્પૂન ખાંડ • ૨ ટેબલ સ્પૂન તેલ • મીઠું સ્વાદ અનુસાર

(લોટ માટે) - ૩૦૦ ગ્રામ મેંદો • ૪ ટેબલ સ્પૂન તેલ • મીઠું સ્વાદ અનુસાર

રીતઃ સૌપ્રથમ તુવેરના દાણાને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો. ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગ પેનમાં તેલ મૂકીને તેમાં હિંગનો વઘાર કરી તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો. બધુ સહેજ સાંતળો અને તેમાં કોપરું અને આદું-મરચાંની પેસ્ટ નાંખી ફરી એકાદ મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાંખીને બધો જ મસાલો મિક્સ કરી લો. સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે ૮થી ૧૦ મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો. પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો. થોડુંક ઠંડું પડવા દો. ઠંડુ થાય પછી એના ગોળા બનાવી લો.

એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાંખીને રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો અને થોડી વાર તેને ઢાંકીને રાખો. પછી તેમાંથી જાડી પુરીઓ વણો અને તેમાં તુવેરના મિશ્રણના ગોળા મૂકીને કચોરી વાળી લો. ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળો. ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.

લીલવાની કચોરી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.