લીલા ચણાનું શાક

લીલા ચણાનું શાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ લીલા ચણા - 2 કપ • સમારેલી ડુંગળી - 3 નંગ • સમારેલા ટામેટા - 2 નંગ • લાલ મરચું પાઉડર - 1ચમચી • ધાણાજીરું પાઉડર - અડધી ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • હળદર - પા ચમચી • કસૂરી મેથી - પા ચમચી • લીલા મરચાંની પેસ્ટ - અડધી ચમચી • આદુ પેસ્ટ - પા ચમચી • લસણની પેસ્ટ - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • સમારેલી લીલી ડુંગળી - 2 ચમચી • સમારેલું લીલું લસણ - 2 ચમચી • કોથમીર - 2 ચમચી • તેલ - 4 ચમચી
રીત: લીલા ચણાને ફોલીને કૂકરમાં મીઠું અને પાણી સાથે બાફી લેવા. હવે પેનમાં તેલ ગરમ મુકી તેમાં હિંગ, લાલ મરચું પાઉડર અને હળદર ઉમેરવી. ત્યારબાદ સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ સમારેલા ટામેટા, આદું પેસ્ટ, મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. હવે તેમાં લીલી ડુંગળી, ગરમ મસાલો, મીઠું અને બાફેલા લીલા ચણા ઉમેરો. સમારેલી કોથમીર અને કસૂરી મેથી ઉમેરીને વધુ પાંચથી દસ મિનિટ પકાવો. સર્વિંગ બાઉલમાં લીલું લસણ અને કોથમીર ઉમેરી ગરમાગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરવું.

લીલા ચણાનું શાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.