લીલાં નાળિયેરની પૂરણપોળી

લીલાં નાળિયેરની પૂરણપોળી...

આજનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: મેંદો - 1 કપ • લીલાં નાળિયેરની છીણ - 2 કપ • ગોળ - 1 કપ • ઈલાયચી પાઉડર - 1 ચમચી • જાયફળ પાઉડર - અડધી ચમચી • ઘી - જરૂર મુજબ

રીતઃ મેંદાના લોટમાં ઘીનું મોણ ઉમેરીને નવશેકા પાણી વડે નરમ લોટ બાંધી લો. કડાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકી તેમાં લીલાં નાળિયેરની છીણ સાંતળો. પાંચ મિનિટ સાંતળ્યા બાદ તેમાં ઝીણો સમારેલો ગોળ, જાયફળ પાઉડર અને ઈલાયચી પાઉડર મિક્સ કરો. સારી રીતે હલાવીને લચકા જેવું પુરણ તૈયાર કરવું. મેંદાના લોટને મસળી તેને વણી વચ્ચે તૈયાર કરેલું પૂરણ મૂકી પેક કરી હળવા હાથે વણી લો. આ રીતે બધી પૂરણપોળી તૈયાર કરી ઘી વડે શેકી લો.

લીલાં નાળિયેરની પૂરણપોળી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.