વેજ કોદરી ખીચડી
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: કોદરી - પોણો કપ • મગની ફોતરાંવાળી દાળ - પા કપ • આખા મરી - પા ચમચી • હળદર - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • ઘી - અડધી ચમચી • તેલ - 2 ચમચી • સમારેલી ફણસી - પા કપ • સમારેલું ગાજર - પા કપ • સમારેલી ઝૂકીની - પા કપ • સમારેલી લીલી ડુંગળી - અડધો કપ • રાઈ - પા ચમચી • જીરું - પા ચમચી • હિંગ - પા ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી
રીત: કોદરી એ બાજરીનો એક પ્રકાર છે, જે કંઈક અંશે જવ જેવું જ છે. કોદરી અત્યંત પૌષ્ટિક તથા પચવામાં સરળ હોવા ઉપરાંત ખૂબ જ ઝડપથી બની જાય છે. કોદરી અને મગની દાળને બે-ત્રણ વખત ધોઈ ત્રણથી ચાર કલાક પલાળો. ત્યારબાદ તેમાં ત્રણ ગણું પાણી, મીઠું, હળદર, આખા મરી અને ઘી ઉમેરીને મીડિયમ તાપે કુકરમાં બાફી લો. બે-ત્રણ સિટીમાં જ ખીચડી તૈયાર થઈ જશે. હવે પેનમાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગનો વઘાર કરી સમારેલા શાક સાંતળો. હવે તેમાં ગરમ મસાલો ને બાફેલી ખીચડી ઉમેરી હળવા હાથે મિક્સ કરો. સ્વાદિષ્ટ ખીચડીને અથાણું ને પાપડ સાથે સર્વ કરો.
