શાહી દમ પનીર

શાહી દમ પનીર...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ પનીર ૫૦૦ ગ્રામ • તેલ ૨ ચમચા • આદું ૧ ચમચી • કાજુ ૪-૫ નંગ • સમારેલાં મરચાં ૩ નંગ • સમારેલું લસણ ૫-૬ કળી • સમારેલી કોથમીર ૨ કપ • સમારેલી ડુંગળી ૨ કપ • સમારેલી ફુદીનો પા કપ • દહીં ૧ કપ • તમાલપત્ર ૨ નંગ • તજ નાનો ટુકડો • એલચી ૪ નંગ • લવિંગ ૪ નંગ • ધાણા પાઉડર ૨ ચમચી • જીરા પાઉડર ૧ ચમચી • તાજું ક્રીમ અડધો કપ • ગરમ મસાલો ૧ ચમચી • હળદર પા ચમચી • મીઠું સ્વાદ મુજબ.

રીતઃ સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં સમારેલી ડુંગળી, મરચાં, લસણ અને આદું નાખી મધ્યમ આંચે આછા બ્રાઉન રંગમાં સાંતળો. તે પછી ઠંડું થાય એટલે તેને ક્રશ કરી પેસ્ટ બનાવો. પછી એ જ પેનમાં વધારે તેલ નાખીને મધ્યમ આંચે ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ, તમાલપત્ર, તજ, એલચી અને લવિંગને શેકો. પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને મરચું, હળદર, ધાણા પાઉડર, જીરા પાઉડર અને મીઠું નાખીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં વલોવેલું દહીં અને એક કપ પાણી રેડીને મિક્સ કરો અને ઊભરો આવે ત્યાં સુધી રહેવા દો. આ પછી તેમાં પનીરના ટુકડા, ક્રીમ અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. છેલ્લે સમારેલી કોથમીર અને ફુદીનાથી સજાવો.

શાહી દમ પનીર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.