સુરતી ઊંધિયું

સુરતી ઊંધિયું...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ સુરતી પાપડી - ૨૫૦ ગ્રામ • રતાળું - ૨ નંગ • શક્કરિયાં - ૨ નંગ • રીંગણ - ૧ નંગ • બટાકાં - ૩ નંગ • પાક્કું કેળું - ૧ નંગ • હિંગ - પા ચમચી • અજમો - ૧ ચમચી • સૂકા લાલ મરચાં - ૨ નંગ • તેલ - ૧ કપ • લીલાં મરચાં અને લસણની પેસ્ટ - ૨ ચમચી • ખાવાનો સોડા - ચપટીક

(મૂઠિયાં માટે) મેથીની ભાજી - અડધો કપ • ઘઉંનો જાડો લોટ – અડધો કપ • ચણાનો લોટ – ૨ ચમચી • આદું-મરચાંની પેસ્ટ - ૧ ચમચી • ખાંડ - ૨ ચમચી • હિંગ - પા ચમચી • હળદર - પા ચમચી • તેલ - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ

(ગ્રીન પેસ્ટ માટે) સમારેલું લીલું લસણ - અડધો કપ • સમારેલી કોથમીર - અડધો કપ • આદું-મરચાંની પેસ્ટ - ૨ ચમચી • લસણની પેસ્ટ - ૨ ચમચી • શેકેલા શીંગદાણાનો ભૂકો - અડધો કપ • ધાણાજીરું પાવડર - ૨ ચમચી • ખાંડ - ૩ ચમચી • હિંગ - અડધી ચમચી • તલ - ૧ ચમચી • તેલ - ૩ ચમચી • હળદર - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ સૌપ્રથમ એક બાઉલમાં મૂઠિયાં માટેની સામગ્રી મિક્સ કરીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો અને તેમાંથી નાનાં નાનાં મૂઠિયાં વાળીને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન તળી લો. હવે એક બાઉલમાં ગ્રીન પેસ્ટની બધી સામગ્રી મિક્સ કરી લેવી. આ મસાલાને કેળામાં અને રીંગણમાં સ્ટફ કરો. બાકી વધેલા મસાલામાં શક્કરિયાં, બટાકાં અને રતાળુના ટુકડા ઉમેરીને રગદોળી લો.
હવે એક જાડા તળિયાવાળાં તપેલામાં તેલ ગરમ કરીને તેમાં હિંગ, સૂકાં લાલ મરચાં અને અજમાનો વઘાર કરીને પાપડી નાંખીને સાંતળવી. લીલાં મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દો. ઢાંકણ ઢાંકીને પાપડીને ચઢવા દો. ઢાંકણ પર ગરમ પાણી રેડવું. થોડી વાર પછી તેમાં વધેલો ગ્રીન મસાલો ઉમેરો અને કેળાં સિવાયના દરેક શાક ગોઠવતાં જવાં. સ્વાદ મુજબ મીઠું અને એક ગ્લાસ પાણી રેડી ફરીને ઢાંકણ ઢાંકી દેવું. લગભગ ૮૦ ટકા જેટલું શાક ચડી જાય એટલે કેળાં અને મૂઠિયાં પણ તેના પર ગોઠવી દો અને ફરી ઢાંકણ ઢાંકીને પાંચ-સાત મિનિટ ધીમા તાપે ચડવા દો. બર્નર બંધ કરીને દસેક મિનિટ માટે ઊંધિયાને સીઝવા દો. છેલ્લે તેમાં કોથમીર અને લીલું લસણ ઉમેરો. ગરમાગરમ ઊંધિયું પુરી સાથે સર્વ કરો.

સુરતી ઊંધિયું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.