સુરતી લોચો

સુરતી લોચો...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ અડદની દાળ દોઢ કપ • ચણાની દાણ ૩ કપ • મીઠું સ્વાદ અનુસાર • ધાણાજીરું ૧ ચમચી • સંચળ પાવડર અડધી ચમચી • આદુંની પેસ્ટ અડધી ચમચી • ડુંગળી ૧ નંગ • લીલાં મરચાં ૨થી ૩ નંગ • લાલ મરચું ૧ ચમચી • મરી પાવડર ચપટીક • કોથમીર સજાવટ માટે • ઝીણી સેવ - અડધો કપ • લીલી ચટણી - સ્વાદ અનુસાર • લસણની ચટણી ૧ ચમચી • પાણી જરૂર મુજબ

રીતઃ સૌપ્રથમ બંને દાળને અલગ અલગ બાઉલમાં પાંચ કલાક પલાળી રાખો. ત્યારબાદ પાણી નીતારીને બંને દાળને મિક્સરમાં અલગ અલગ ક્રશ કરી લો. હવે બાઉલમાં બંને દાળ મિક્સ કરવી. તેમાં આદું પેસ્ટ ઉમેરી મિક્સ કરવી. ત્યારબાદ મિશ્રણમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિડીયમ ખીરું તૈયાર કરવું. હવે સ્ટીમર પ્લેટમાં હાફ ઈંચથી પણ ઓછું ખીરું વરાળના કૂકરમાં મૂકી ૧૦ મિનિટ ફાસ્ટ ગેસ પર થવા દેવું. ત્યારબાદ લોચાને પ્લેટ અથવા બાઉલમાં ગરમાગરમ મૂકો. ઉપર લીલી ચટણી, ડુંગળી લસણની ચટણી નાખો અને સેવ - કોથમીરથી સજાવો. હવે ઉપર સંચળ પાવડર, લાલ મરચું છાંટીને સુરતી લોચાની મજા માણો.

સુરતી લોચો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.