સોયાબીન ચંક્સનું શાક

સોયાબીન ચંક્સનું શાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: સોયા ચંક્સ - 1 કપ • ટામેટાં - 2 નંગ • ડુંગળી - 1 નંગ • લસણ - 5થી 7 કળી • આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી • દહીં - અડધો કપ • તેલ - 1 ચમચો • લાલ મરચું પાઉડર - 1 ચમચી • હળદર - અડધી ચમચી • ધાણાજીરું - 1 ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • જીરું - પા ચમચી
• હિંગ - ચપટીક • મીઠું - સ્વાદ મુજબ • કોથમીર-ગાર્નિશ માટે
રીત: સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં થોડું મીઠું અને અડધી ચમચી તેલ ઉમેરી સોયા ચંક્સને ઢાંકી ધીમા તાપે બાફી લો. એક કડાઈમાં તેલ ગરમ કરી જીરું-હિંગનો વઘાર કરી લસણ, આદું-મરચાંની પેસ્ટ અને ડુંગળી સાંતળીને ટામેટાં ઉમેરો. તેલ છૂટું પડે એટલે હળદર, મીઠું અને સોયા ચંક્સ મિક્સ કરીને પાંચ મિનિટ ધીમા તાપે પકાવો. એક વાડકીમાં દહીં લઈ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો મિક્સ કરી શાકમાં ઉમેરો. ગેસ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી તરત જ રોટલી કે પરોઠાં સાથે સર્વ કરો.

સોયાબીન ચંક્સનું શાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.