સ્ટફ્ડ પનીર બનાના બોલ્સ

સ્ટફ્ડ પનીર બનાના બોલ્સ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ પનીરના ટુકડા ૧૨ નંગ • (બાફેલા) કાચા કેળાં ૨ નંગ • બટાકાની છીણ અડધો કપ • લીલા મરચાં ૨ નંગ • શીંગદાણા પાઉડર અડધો કપ • વરિયાળી પાઉડર ૧ ટેબલ સ્પૂન • તલ પાઉડર પા કપ • કોથમીર અડધો કપ • લીંબુનો રસ અડધો ટેબલ સ્પૂન • મરી પાવડર અડધી ટી સ્પૂન • શીંગોડાનો લોટ અડધો કપ • કાજુ પાવડર અડધો કપ • ઘી ૧ ટેબલ સ્પૂન • ચાટ મસાલો પા ટીસ્પૂન • તળવા માટે તેલ

રીત: એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં પનીરના ટુકડા ઉમેરીને ૫ મિનિટ માટે સાંતળી લો. તેમાં ચાટ મસાલો ઉમેરો અને એક બાઉલમાં લઇ ઠંડા પડવા દેવા. આ પછી એક બાઉલમાં બાફેલા કેળાને છીણી લો. તેમાં બટાકાની છીણ, લીલા મરચાં ઉમેરીને મીક્સ કરો. ત્યાર પછી તેમાં મીઠું, લીંબુનો રસ, મરી પાવડર, શીંગોડાનો લોટ, વરિયાળી પાઉડર, તલ પાવડર, શીંગદાણા પાવડરને કાંટા ચમચીથી મીક્સ કરો. હવે આ મિશ્રણમાંથી થેપલી બનાવો અને તેમાં પનીરનો ટુકડો વચ્ચે મુકી બધી બાજુથી વાળીને બોલ તૈયાર કરો. આ રીતે બધા જ બોલ્સ બનાવી લો. હવે બોલ્સને ૧૦–૧૫ મિનિટ માટે ફ્રીજમાં મુકો. ત્યાર બાદ ગરમ તેલમાં બોલ્સને ગોલ્ડન બ્રાઉન તળી લો. ચટણી સાથે સર્વ કરો.

સ્ટફ્ડ પનીર બનાના બોલ્સ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.