સ્પાઇસી ચોકલેટ શક્કરપારા

સ્પાઇસી ચોકલેટ શક્કરપારા...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ મેંદો ૨ કપ • દેશી ઘી ૨ ટેબલસ્પૂન • લાલ મરચું ૧ ટીસ્પૂન • હળદર ૧/૪ ટીસ્પૂન • અજમો ૧/૪ ટીસ્પૂન • જીરું ૧/૪ ટીસ્પૂન • કોકો પાઉડર ૧ ટીસ્પૂન • બેકિંગ સોડા ૧ ટીસ્પૂન • મરી પાઉડર ૨ ટીસ્પૂન • ડાર્ક ચોકલેટ કોટિંગ માટે • તેલ તળવા માટે • મીઠું જરૂર મુજબ

રીતઃ એક મોટા બાઉલમાં મેંદો નાખીને તેમાં જરૂર મુજબ મીઠું નાખો. હવે તેમાં લાલ મરચું, હળદર, અજમો, જીરું, બેકિંગ સોડા, મરી પાઉડર, કોકો પાઉડર અને ઘી ઉમેરીને હાથથી બરાબર મસળો. હવે તેમાં થોડુંક પાણી ઉમેરીને નરમ કણેક બાંધો. તેને કપડાથી ઢાંકીને ૨૦ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો. કણેકને બહાર કાઢીને તેમાંથી નાના લુવા કરો અને તેનો રોટલો વણી લો. પછી ચપ્પુથી બધા રોટલાને ડાયમન્ડ શેપમાં કાપી લો. કઢાઈમાં તેલ ગરમ કરો અને બધા શક્કરપારાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તળાઈ જાય પછી શક્કરપારાને ટિશ્યૂ પેપર પર રાખો જેથી વધારાનું તેલ નીકળી જાય. તેને ઠંડા થવા દો. એક પેનમાં પાણી ગરમ કરો. તેમાં એક બાઉલ મૂકો અને તેમાં ડાર્ક ચોકલેટ નાંખીને ગરમ કરો અને ઓગાળો. સ્પાઇસી સક્કરપારાને આ પીગળેલી ચોકલેટમાં બોળી તેના પર કોટિંગ કરો. શક્કરપારાને ચોકલેટ મિશ્રણમાંથી બહાર કાઢી ૫ મિનિટ માટે ફ્રીઝમાં રાખો અને પછી સર્વ કરો.

સ્પાઇસી ચોકલેટ શક્કરપારા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.