સ્પ્રાઉટેડ બીન્સ ઢોકળા

સ્પ્રાઉટેડ બીન્સ ઢોકળા...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ મગની ફણગાવેલી દાળ - ૧ કપ • ગાજરનું છીણ – પા કપ • આદું-મરચાંની પેસ્ટ – ૧ ચમચી • ચણાનો લોટ – ૨ ચમચા • બાફેલા વટાણા - અડધો કપ • મીઠું - સ્વાદ મુજબ • હળદર – પા ચમચી • હિંગ – ચપટી • બેકિંગ સોડા - પા ચમચી • દહીં - ૧ કપ • વઘાર માટે તેલ – ૧ ચમચી • અડદની દાળ - અડધી ચમચી • રાઈ – ૧ ચમચી • મીઠા લીમડાના ૭-૮ પાન, • તેલ – ૧ ચમચો

રીતઃ મગની ફણગાવેલી દાળ અને બાફેલા વટાણાને અધકચરા ક્રશ કરી લો. એક બાઉલમાં મગની ફણગાવેલી દાળ, ગાજરનું છીણ, આદું-મરચાંની પેસ્ટ, ચણાનો લોટ, મીઠું, હળદર, હિંગ, બેકિંગ સોડા અને દહીંને મિક્સ કરો. થોડી વાર આ મિશ્રણને ઢાંકી રાખો. હવે એક સપાટ અને સહેજ ઊંડી થાળીમાં તેલવાળો હાથ લગાવીને તેમાં મિશ્રણ પાથરો. આને વરાળથી બાફો અને ઢોકળા તૈયાર થાય એટલે પીસ કરીને બાઉલ કે તપેલીમાં કાઢી લો. હવે વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, લીમડો અને અડદની દાળ નાંખો. તૈયાર ઢોકળાના પીસ પર વઘાર રેડો.

સ્પ્રાઉટેડ બીન્સ ઢોકળા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.