હેલ્ધી ઓટ્સ ભેળ

હેલ્ધી ઓટ્સ ભેળ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ઓલીવ ઓઇલ ૧ ટીસ્પૂન • ઓટ્સ ૧ કપ • સેવ મમરા ૧ કપ • કાચી કેરીના ટુકડા અડધો કપ • લીલી ચટણી ૨ ટીસ્પૂન • લસણની ચટણી ૧ ટીસ્પૂન • મિક્સ ચવાણું અડધો કપ • દહીં ૨ ટીસ્પૂન • મીઠું સ્વાદ મુજબ • ડુંગળી (સમારેલી) ૧ નંગ • કોર્ન ફલેક્સ ૧ કપ • ખારી સીંગ પા કપ • કોથમીર સજાવટ માટે • ટામેટાં (સમારેલાં) ૧ નંગ • લીંબુનો રસ ૧/૨ ટીસ્પૂન • ચાટ મસાલો સ્વાદ અનુસાર

રીતઃ સૌપહેલા પેનમાં ઓલીવ ઓઇલ મુકીને તેમાં ઓટ્સને શેકી લેવા. શેકાઇ ગયેલા ઓટ્સ ઠંડા થવા દો. હવે એક બાઉલમાં લીલી ચટણી, લસણની ચટણી, દહીં, લીંબુનો રસ મિક્સ કરી લો. હવે બીજા બાઉલમાં લીલી ચટણી, લસણની ચટણી, દહીં, લીંબુનો રસ મિક્સ કરી લો. એક બાઉલમાં સેવમમરા, ઓટ્સ, કોર્ન ફલેક્સ, ખારી સીંગ, મિક્સ ચવાણું હલાવીને તૈયાર કરવું. ત્યારબાદ મિક્સ કરેલી ચટણી તેમાં ઉમેરીને હલાવી લેવું. હવે કાચી કેરીના ટુકડા, ડુંગળી, ટામેટાં નાખી મિક્સ કરીને બાઉલમાં લઇ લો. ઉપરથી કોથમીર, કોર્ન ફલેક્સ અને કાચી કેરીની સ્લાઇઝ મુકી સર્વ કરો.

ટીપ્સઃ ઓટ્સ ભેળમાં બાફેલા કાબુલી ચણા અથવા સ્પ્રાઉટેડ મગ, મઠ ઉમેરવાથી ભેળ વધુ હેલ્ધી બનશે.

હેલ્ધી ઓટ્સ ભેળ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.