NRI’ના પેરન્ટ્સ અને વરિષ્ઠ નાગરિકો માટે ‘આશીર્વાદ- ધ બ્લેસિંગ્સ પેકેજ’
મેડિકલ ટુરિઝમ અને હેલ્થકેર કન્સલ્ટન્સી સર્વિસીસ વિવિઓન ગ્લોબલહેલ્થ પ્રા. લિમિટેડ દ્વારા AB પ્લસ હોસ્પિટલના સહયોગથી NRIના ગુજરાતમાં વસતા પેરન્ટ્સ અને વરિષ્ઠ નાગરિકો માટે એક વર્ષના રિન્યુએબલ હેલ્થકેર પ્રોગ્રામ ‘આશીર્વાદ- ધ બ્લેસિંગ્સ પેકેજ’નો સ્વાતંત્ર્યદિનથી આરંભ કરવામાં આવ્યો છે. આ માત્ર હેલ્થ પ્લાન નહિ, પરંતુ સારસંભાળ, અનુકંપા અને સહાનુભૂતિનું વચન છે.
અમદાવાદઃ મેડિકલ ટુરિઝમ અને હેલ્થકેર કન્સલ્ટન્સી સર્વિસીસ વિવિઓન ગ્લોબલહેલ્થ પ્રા. લિમિટેડ દ્વારા AB પ્લસ હોસ્પિટલના સહયોગથી NRIના ગુજરાતમાં વસતા પેરન્ટ્સ અને વરિષ્ઠ નાગરિકો માટે એક વર્ષના રિન્યુએબલ હેલ્થકેર પ્રોગ્રામ ‘આશીર્વાદ- ધ બ્લેસિંગ્સ પેકેજ’નો સ્વાતંત્ર્યદિનથી આરંભ કરવામાં આવ્યો છે. આ માત્ર હેલ્થ પ્લાન નહિ, પરંતુ સારસંભાળ, અનુકંપા અને સહાનુભૂતિનું વચન છે.
NRI પેરન્ટ એસોસિયેશનના પ્રમુખ હેમંતભાઈ શાહ અને ગ્લોબલ ગુજરાતી ફેડરેશનના ચેરમેન રમેશભાઈ તન્નાના માર્ગદર્શન તેમજ હેલ્થકેર ક્ષેત્રે નામના ધરાવતા ડો. મહેન્દ્ર નારવરીઆની થલતેજ ખાતે આવેલી AB પ્લસ હોસ્પિટલના સહયોગથી ‘આશીર્વાદ- ધ બ્લેસિંગ્સ પેકેજ’ દ્વારા વડીલોને વિશ્વાસલાયક, પોસાય તે રીતે અને વ્યક્તિગત મેડિકલ સારસંભાળની ખાતરી અપાય છે.
વિવિઓન ગ્લોબલહેલ્થના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શાહીદ પરવેઝે જણાવ્યું હતું કે,‘જેમણે અને સર્વસ્વ આપ્યું છે તેમના પ્રતિ ‘આશીર્વાદ’ અમારી લાગણીસભર પ્રતિબદ્ધતા છે. આવનારા વર્ષોમાં તેઓનું આરોગ્ય અને ગૌરવ મજબૂતપણે જળવાઈ રહે તે માટે અમારો ઋણ ચૂકવવાનો માર્ગ છે. વિવિઓન ગ્લોબલહેલ્થ ખાતે અમે લોકોને હોસ્પિટલો સાથે સાંકળતા જ નથી, આરોગ્યમય ભવિષ્ય જળવાઈ રહે તેનો માર્ગ કંડારીએ છીએ. આશીર્વાદ આપણા વડીલો માટે પોસાય તેવી, સુલભ અને વિશેષ વ્યક્તિગત ગુણવત્તાયુક્ત સારસંભાળ બની રહે તેમ કરવાની અમારી પ્રતિબદ્ધતા છે.’
વધુ વિગતો અને માહિતી માટે +91 9724515004 અને [email protected]નો સંપર્ક કરી શકાશે.
