અઠવાડિયામાં અઢી કલાકની કસરત સારું રાખશે માનસિક સ્વાસ્થ્ય

અઠવાડિયામાં અઢી કલાકની કસરત સ

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટાના આધારે વિજ્ઞાનીઓએ જાણકારી આપી છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે 150 મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી.

બોસ્ટનઃ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટાના આધારે વિજ્ઞાનીઓએ જાણકારી આપી છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે 150 મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી.

જે લોકો કસરત કરવાના આળસુ છે એમના માટે હળવી કસરત શરીરને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે એમ છે. શરીર એક એવું મશીન છે જે 24 કલાક કાર્યરત રહે છે. જ્યારે વ્યક્તિ ઊંઘતો હોય ત્યારે પણ એનું મગજ જાગૃત અવસ્થામાં હોય છે અને શ્વાસોશ્વાસ રુધિરાભિસરણ અને મેટાબોલિઝમની ક્રિયા સહિતની ઘણી સિસ્ટમ કાર્યરત હોય છે.

આથી શરીરને જાગૃત અવસ્થામાં કસરતની જરૂર છે કારણ કે કસરત કરવાથી માણસને ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ ધરાવતા વ્યક્તિનું માનસિક સંતુલન સારું રહે છે. કસરતથી આખા શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ સિવાય કાર્ડિયો વેસ્ક્યુલર જેવી કસરતથી હાર્ટ મજબૂત બને છે.

નિયમિત રીતે કસરત કરનારા લોકોમાં હાર્ટના રોગો થતા નથી અને પક્ષઘાતનો હુમલો આવવાનું રિસ્ક પણ ઘણું ઘટી જાય છે. આ સિવાય ડાયાબિટીસનું રિસ્ક પણ ઘટે છે. અઠવાડિયામાં 150 મિનિટ કસરત કરવા માટે ટાઇમટેબલ બનાવવાની જરૂર છે. વીકમાં બે વાર 40 મિનિટ ચાલવું જોઈએ. બે વાર 20 મિનિટ હળવો વ્યાયામ કરવો જોઈએ. 30 મિનિટ માટે કોઈ રમત રમવી જોઈએ.

અઠવાડિયામાં અઢી કલાકની કસરત સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.