એનઆઇટીની સિદ્ધિઃ બ્રેસ્ટ કેન્સરના સસ્તા અને સચોટ નિદાનની પદ્ધતિ વિકસાવી

એનઆઇટીની સિદ્ધિઃ બ્રેસ્ટ કેન

ભારતના મોખરાના શૈક્ષણિક સંસ્થાન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એનઆઈટી)ના સંશોધકોએ સસ્તા દરે અને સચોટપણે બ્રેસ્ટ કેન્સર સેલ ઓળખી કાઢે તેવું સેમીકન્ડક્ટર ચીપ આધારીત બાયોસેન્સર વિકસાવ્યું છે. જટિલ કે ખર્ચાળ લેબોરેટરી પ્રક્રિયાની જરૂર વિના બાયોસેન્સર પદ્ધતિ દ્વારા થતી આ ચકાસણીમાં કોઈ કેમિકલ્સ ઉમેરવાની જરૂર નથી પડતી અને સ્વસ્થ બ્રેસ્ટ કોષોમાંથી કેન્સરગ્રસ્ત કોષો ઓળખવામાં તે અત્યંત અસરકારક છે. બ્રેસ્ટ કેન્સરના નિદાન કરતા હાલના બાયોસેન્સિંગ સાધનોની સરખામણીએ આ સાધન વધુ ચોકસાઈ આપે છે. આ સંશોધન પ્રતિષ્ઠિત ‘માયક્રોસિસ્ટમ ટેકનોલોજીસ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.

નવી દિલ્હીઃ ભારતના મોખરાના શૈક્ષણિક સંસ્થાન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એનઆઈટી)ના સંશોધકોએ સસ્તા દરે અને સચોટપણે બ્રેસ્ટ કેન્સર સેલ ઓળખી કાઢે તેવું સેમીકન્ડક્ટર ચીપ આધારીત બાયોસેન્સર વિકસાવ્યું છે. જટિલ કે ખર્ચાળ લેબોરેટરી પ્રક્રિયાની જરૂર વિના બાયોસેન્સર પદ્ધતિ દ્વારા થતી આ ચકાસણીમાં કોઈ કેમિકલ્સ ઉમેરવાની જરૂર નથી પડતી અને સ્વસ્થ બ્રેસ્ટ કોષોમાંથી કેન્સરગ્રસ્ત કોષો ઓળખવામાં તે અત્યંત અસરકારક છે. બ્રેસ્ટ કેન્સરના નિદાન કરતા હાલના બાયોસેન્સિંગ સાધનોની સરખામણીએ આ સાધન વધુ ચોકસાઈ આપે છે. આ સંશોધન પ્રતિષ્ઠિત ‘માયક્રોસિસ્ટમ ટેકનોલોજીસ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.
કેન્સર એક ગંભીર વૈશ્વિક જાહેર આરોગ્ય ચિંતા છે. કેન્સર અટકાવવા અને સારવાર માટે તેનું પ્રારંભિક તબક્કે નિદાન થવું જરૂરી છે. એક્સ-રે, મેમોગ્રાફી, એલીસા, અલ્ટ્રાસોનોગ્રાફી તેમજ મેગ્નેટીક રેસોનન્સ (એમઆરઆઈ) જેવી નિદાન પદ્ધતિઓ ઘણીવાર દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને સરળતાથી ઉપલબ્ધ નથી હોતી. વળી, કોવિડ મહામારી દરમિયાન તો મેડિકલ સંસાધનોના સ્થાનંતરને કારણે આ મુશ્કેલીમાં વધારો થતાં કેન્સરના સ્ક્રીનિંગ અને સારવારમાં વિલંબ થવા લાગ્યો હતો. એનઆઈટીએ વિકસાવેલી નવતર પદ્ધતિ કેન્સરગ્રસ્ત કોષોના ભૌતિક ગુણધર્મોનો ઉપયોગ કરીને તેમને શોધી કાઢે છે. સંશોધન ટીમે વિકસાવેલું ટનલ ફિલ્ડ ઈફેક્ટ ટ્રાન્ઝીસ્ટર (ટીએફઈટી) ઈલેક્ટ્રોનિક ઉપકરણ બ્રેસ્ટ કેન્સર કોષોને વધુ અસરકારક રીતે ઓળખી શકે છે. ટીએફઈટી આધારીત બાયોસેન્સર પરંપરાગત ચકાસણી પદ્ધતિ તેમજ હાલમાં ઉપલબ્ધ અન્ય બાયોસેન્સરની સરખામણીએ સસ્તું છે.

એનઆઇટીની સિદ્ધિઃ બ્રેસ્ટ કેન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.