ઓફિસ ટેબલ ઉપર રાખેલો નાનો પ્લાન્ટ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે

ઓફિસ ટેબલ ઉપર રાખેલો  નાનો પ્લ

જાપાનની હ્યાંગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઈન્ડોર પ્લાન્ટ્સ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરે છે તેના અનુસંધાનમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ટોક્યોઃ જાપાનની હ્યાંગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો નાનકડો છોડ પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઈન્ડોર પ્લાન્ટ્સ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરે છે તેના અનુસંધાનમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ શોધના કેન્દ્રમાં એવા કર્મચારીઓને રાખવામાં આવ્યા હતા જે મોટા ભાગે બંધ ફ્લોર ઉપર કામ કરે છે અને જેમને બહારના વાતાવરણમાં જવાનો અને લીલોતરીમાં રહેવાનો અવસર મળતો નથી. આપણે બધા જ જાણીએ છીએ કે, પ્લાન્ટ્સની વચ્ચે રહેવાથી માણસોના મૂડમાં સુધારો થાય છે અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
આ સંશોધનનો આશય એ જાણવાનો હતો કે ઓફિસની અંદર રાખવામાં આવતા પ્લાન્ટ્સ કેટલા અંશે વ્યક્તિના માનસિક અને શારીરિક તણવાને ઓછો કરે છે. ઓવન જર્નલ હાર્ટ ટેકનોલોજીમાં પબ્લિશ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ઓફિસમાં રાખવામાં આવતા નાના પ્લાન્ટ્સ ખૂબ જ ઉપયોગી છે. આ પ્લાન્ટસ કર્મચારીઓના તણાવમાં ઘટાડો કરે છે. આ અભ્યાસ દરમિયાન કર્મચારીઓના સાઇકોલોજિકલ અને સોશિયોલોજિકલ સ્ટ્રેસને તપાસવામાં આવ્યા હતા. તેમના ડેસ્ક ઉપર પ્લાન્ટ રાખ્યા પહેલાં અને પછીની સ્થિતિને પણ ચકાસવામાં આવી હતી. તારણ એ આવ્યું કે, પ્લાન્ટ મૂક્યાના માત્ર ૩ મિનિટ પછી જે તે કર્મચારીઓની પલ્સ રેટ ઘટવા લાગી અને સામાન્ય થઈ ગઈ. આ રીતે તેમના માનસિક અને શારીરિક તણાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ઓફિસ ટેબલ ઉપર રાખેલો નાનો પ્લ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.