ઓમેગા-3 થી ભરપૂર આહાર હૃદયનું આરોગ્ય સુધારવામાં મદદરૂપ
ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ અરીધમીઆ (હૃદયના અનિયમિત ધબકારા) ઉપરાંત, ડાયાબિટીસ અને એથેરોસ્ક્લેરોસિસ જેવી સમસ્યાઓ સાથે પણ સંકળાયેલી છે.
ઓમેગા-3 થી ભરપૂર આહાર હૃદયનું આરોગ્ય સુધારવામાં મદદરૂપ
ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ અરીધમીઆ (હૃદયના અનિયમિત ધબકારા) ઉપરાંત, ડાયાબિટીસ અને એથેરોસ્ક્લેરોસિસ જેવી સમસ્યાઓ સાથે પણ સંકળાયેલી છે. માનવી અને પ્રાણીઓ પરના સંશોધનોના સંદર્ભે નોંધ લેવી જોઈએ કે કેટલાક ઓમેગા-3 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ કાર્ડિયોવાસ્કુલર આરોગ્યને સુધારે છે. જાપાનની સંશોધન ટીમ દ્વારા ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મોલેક્યુલર સાયન્સીસમાં ઓનલાઈન પ્રસિદ્ધ અભ્યાસમાં માછલીના તેલમાં મળી આવતા એન્ટિઓક્સિડન્ટ અને રક્તવાહિનીના પોલાણને વિસ્તારતા EPA – એઈકોસેપેન્ટેનોઈક એસિડથી અરીધમીઆને અટકાવવામાં મદદ મળે છે. EPA ડાયેટરી સપ્લિમેન્ટ તરીકે પણ લેવાય છે. હાઈ ફેટ ડાયેટમાં મળતા સેચ્યુરેટેડ ફેટી એસિડ્સને વધુ પ્રમાણમાં લેવાથી સર્જાતી સમસ્યાઓ સામે EPA રક્ષણાત્મક અસર કરે છે.
•••
માત્ર એસ્ટ્રોજન હોર્મોન થેરાપીથી સ્ત્રીઓમાં ઓવેરીઅન કેન્સરનું બમણું જોખમ
વિમેન્સ હેલ્થ ઈનિશિયેટિવ (WHI)ના અગાઉના અભ્યાસમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT)ના કારણે બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધી જવાનું જણાવાયા પછી HRT સારવારનું પ્રમાણ ઘટી ગયું હતું પરંતુ, હવે આ સારવાર ફરી વધી રહી છે. WHI ની ટ્રાયલના નવા તારણોમાં જણાવાયું છે કે અગાઉ ગર્ભાશય કઢાવી નાખ્યું હોય તેવી સ્ત્રીઓમાં માત્ર એસ્ટ્રોજન હોર્મોન થેરાપીથી ઓવેરીઅન-અંડાશયના કેન્સરનું જોખમ બમણું થઈ જાય છે. બીજી તરફ, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ સાથે આપવાથી ઓવેરીઅન કેન્સરનું જોખમ વધતું નથી તેમજ એન્ડોમેટ્રીઅલ (ગર્ભાશયના આંતરિક આવરણ)ના કેન્સરનું જોખમ નોંધપાત્રપણે ઘટે છે. WHI ટ્રાયલમાં સંયુક્ત હોર્મોન થેરાપીથી બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધતું હોવાનું જણાયું હતું. આ પછી, પેશન્ટ્સને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીમાં માત્ર એસ્ટ્રોજન અપાતું રહ્યું હતું.
