ઓસ્ટ્રેલિયામાં 40 વર્ષીય યુવાનને કૃત્રિમ હૃદય લગાવાયું,100 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં 40 વર્ષ વયની વ્યક્તિ ઈતિહાસ રચ્યો છે. આ વ્યક્તિના શરીરમાં કૃત્રિમ હૃદય બેસાડાયું છે અને તે કૃત્રિમ હૃદય સાથે 100 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ હવે ઘરે પહોંચ્યો છે. એડવાન્સ્ડ હાર્ટ ફેઇલ્યોર બાદ આ પ્રકારના કૃત્રિમ હૃદયનું ઇમ્પ્લાન્ટ કરાવનાર વિશ્વમાં આ માત્ર છઠ્ઠી વ્યક્તિ છે. ગયા વર્ષે અમેરિકામાં પાંચ કૃત્રિમ હાર્ટ ઇમ્પ્લાન્ટ કરાયા હતા.
સિડની: ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં 40 વર્ષ વયની વ્યક્તિ ઈતિહાસ રચ્યો છે. આ વ્યક્તિના શરીરમાં કૃત્રિમ હૃદય બેસાડાયું છે અને તે કૃત્રિમ હૃદય સાથે 100 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ હવે ઘરે પહોંચ્યો છે. એડવાન્સ્ડ હાર્ટ ફેઇલ્યોર બાદ આ પ્રકારના કૃત્રિમ હૃદયનું ઇમ્પ્લાન્ટ કરાવનાર વિશ્વમાં આ માત્ર છઠ્ઠી વ્યક્તિ છે. ગયા વર્ષે અમેરિકામાં પાંચ કૃત્રિમ હાર્ટ ઇમ્પ્લાન્ટ કરાયા હતા.
આ ઓસ્ટ્રેલિયન દર્દી પર પ્રક્રિયાનો પ્રારંભ સિડનીની સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં ગત 22 નવેમ્બરથી શરૂ કરાયો હતો. નામાંકિત કાર્ડિઓથોરેસિક એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન પોલ જાન્ડ્ઝના નેતૃત્વમાં છ કલાક ઓપરેશન ચાલ્યું હતું. હવે સંશોધકો અને તબીબી ટીમે જાહેરાત કરી છે કે દર્દી પરની પ્રક્રિયા સંપૂર્ણ સફળ થઈ છે અને તે દર્દી 100 દિવસ સુધી કૃત્રિમ હૃદય સાથે જીવી હતી અને ત્યારબાદ તેને માર્ચના પ્રારંભમાં ડોનરનું હૃદય લગાવાયું હતું.
ક્વીન્સલેન્ડના ડો. ડેનિયલ ટિમ્સ દ્વારા વિકસિત કરાયેલ BIVACOR ટોટલ આર્ટિફિશિયલ હાર્ટ વિશ્વનું પ્રથમ ઇમ્પ્લાન્ટ કરી શકાય તેવું ટોટલી બ્લડ પમ્પ હાર્ટ છે જે માનવીય હાર્ટને સંપૂર્ણપણે બદલવા સક્ષમ છે. તેમાં મેગ્નેટિક લેવિટેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે જે સ્વસ્થ હૃદયના કુદરતી રક્ત પ્રવાહની જેમ જાળવે છે.
બાઇવેન્ટ્રીક્યૂલર હાર્ટ ફેઇલ્ચરના દર્દીઓ માટે વિકસિત
બાઇવેન્ટ્રીક્યુલર હાર્ટ ફેઇલ્યરના અંતિમ તબક્કામાં રહેલા દર્દીઓ માટે વિકસિત કરાયેલું આ ઇમ્પ્લાન્ટ હજુ ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં છે. આ પરિસ્થિતિ મોટાભાગે હાર્ટએટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા ડાયાબિટીસ જેવી બીમારીઓને કારણે હૃદયને થયેલા નુકસાનને કારણે સર્જાય છે. આથી હૃદયની રક્તને પમ્પ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. ઓસ્ટ્રેલિયા સરકારના અનુસાર સમગ્ર વિશ્વમાં 23 મિલિયન કરતા પણ વધારે હાર્ટ ફેઇલ્યરના કેસ નોંધાય છે પરંતુ તેમાંથી માત્ર 6,000 કેસમાં જ દર્દીઓને ડોનર હાર્ટ મળે છે.
