કસરત માત્ર ૧૦ મિનિટની, પણ ફાયદો ૪૫ મિનિટના જોગિંગ જેટલો

કસરત માત્ર ૧૦ મિનિટની, પણ ફાયદ

પ્રખ્યાત સાયન્ટિફિક જર્નલ પ્લુસ વન (PLOOS ONE) પ્રકાશિત એક સંશોધનના તારણ અનુસાર ૧૦ મિનિટની કસરતથી ૪૫ મિનિટ સુધી જોગિંગ કરવા જેટલો ફાયદો થાય છે. કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન ગિબાલાના મતે સમયના હિસાબે વર્કઆઉટ કરવાની આ ફાયદાકારક રણનીતિ છે.

પ્રખ્યાત સાયન્ટિફિક જર્નલ પ્લુસ વન (PLOOS ONE) પ્રકાશિત એક સંશોધનના તારણ અનુસાર ૧૦ મિનિટની કસરતથી ૪૫ મિનિટ સુધી જોગિંગ કરવા જેટલો ફાયદો થાય છે. કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન ગિબાલાના મતે સમયના હિસાબે વર્કઆઉટ કરવાની આ ફાયદાકારક રણનીતિ છે. માર્ટિન અને તેમની ટીમે ૨૭ લોકોને ત્રણ ગ્રૂપમાં વહેંચ્યા. પ્રથમ ગ્રૂપે ૫૦ મિનિટની કસરતનું રૂટિન અપનાવ્યું હતું. જેમાં લગભગ ૫ મિનિટના વોર્મઅપ સેશન અને ૪૫ મિનિટ સુધી મધ્યમ ગતિથી સાઇકલિંગનો સમાવેશ કરાયો હતો. બીજા ગ્રૂપે પોતાનું નિયમિત કસરતનું રૂટીન ચાલું રાખ્યું હતું. જયારે ત્રીજા ગ્રૂપે ૧૦ મિનિટના રૂટિનને અપનાવ્યું. જે અંતર્ગત તેમણે ૩ મિનિટ સુધી ધીમી ગતિથી સ્ટેશનરી બાઇક પેડલિંગ કર્યું અને પછી ૨૦ સેકન્ડ પૂરી ક્ષમતા સાથે પેડલ ચલાવ્યા. આ પ્રકારે ત્રણ વખત ૯ મિનિટ સાધારણ રાઇડિંગ અને ૧ મિનિટ પુરી ક્ષમતા સાથે પેડલિંગ કર્યું. આ રૂટિન સપ્તાહમાં ૩ વખત કુલ ૧૨ સપ્તાહ સુધી કરાયું હતું. અંતમાં ગ્રૂપના સભ્યોમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી, ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા અને માંસપેશીઓની ગતિવિધીમાં સમાન સુધારો થયો છે.

૧૦ મિનિટની કસરતના ફાયદા

મગજની ક્ષમતાને સુધારેઃ ન્યૂરો-સાઇકોલોજિયાના સ્ટડી અનુસાર ૧૦ મિનિટની આ પ્રકારની કસરતથી મોટી સંખ્યામાં એન્ડોર્ફિન રિલીઝ થાય છે, જેનાથી ઊર્જા અને પ્રેરણા મળે છે. અવસાદ અને થાક દૂર થાય છે.

શરીરના સાંધાની સ્થિતિ સુધરેઃ સંશોધકોએ અભ્યાસ દરમિયાન ૭૦ વર્ષની ૪૦,૦૦૦ મહિલાઓને ૩ વર્ષ સુધી ટ્રેક કરી. આ મહિલાઓને આર્થરાઇટિસનો દુખાવો હતો. જોકે સપ્તાહમાં માત્ર ૭૫ મિનિટ ઝડપી ચાલવાથી જ તેમણે દર્દમાં ૩૦ ટકા ઘટાડો અનુભવ્યો.

શારીરિક ક્ષમતા વધેઃ એક શોધ અનુસાર એવા લોકો કે જેમણે સપ્તાહમાં ૩ વખત માત્ર ૧૦ મિનિટ સુધી વેઇટલિફ્ટિંગ કર્યું હતું તેમનામાં એટલી જ ક્ષમતા પેદા થઇ, જેટલી ક્ષમતા સપ્તાહમાં ૩૦ મિનિટના ૩ સેટ કરનારા લોકોમાં થાય છે.

કસરત માત્ર ૧૦ મિનિટની, પણ ફાયદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.