કેન્સરનો ભોગ બનેલી મહિલાને ૨.૯ કરોડ ડોલર ચૂકવવા જ્હોન્સન એન્ડ જ્હોન્સનને આદેશ

કેન્સરનો ભોગ બનેલી મહિલાને ૨.૯...

જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું છે. ટેરેસા લેવિટે રજૂઆત કરી હતી કે ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તે જ્હોન્સન કંપનીના બેબી પાઉડર અને શાવર ટુ શાવરનો ઉપયોગ કરતી હતી અને તેના કારણે ૨૦૧૭માં મેસોથેલેમિયા કેન્સર થયાનું નિદાન થયું હતું. 

ન્યૂ યોર્કઃ જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું છે. ટેરેસા લેવિટે રજૂઆત કરી હતી કે ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તે જ્હોન્સન કંપનીના બેબી પાઉડર અને શાવર ટુ શાવરનો ઉપયોગ કરતી હતી અને તેના કારણે ૨૦૧૭માં મેસોથેલેમિયા કેન્સર થયાનું નિદાન થયું હતું.
ઓકલેન્ડની કોર્ટે માન્યું હતું કે મહિલાને કેન્સર થવા બદલ કંપની જવાબદાર હતી. કોર્ટે સ્વીકાર્યું હતું કે મહિલાની બીમારી પાછળ બેબી પાઉડરની મોટી ભૂમિકા રહી હતી. જાન્યુઆરીમાં આ ખટલો શરૂ થયો હતો અને કોર્ટે હવે ચુકાદો આપ્યો છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સન સામે દેશમાં આ રીતના ૧૩,૦૦૦ કેસ થઈ ચૂક્યા છે. નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે બેબી પાઉડરમાં રહેલું એસ્બેસ્ટોસ શ્વાસમાં જતાં ફેફસાંને નુકસાન પહોંચાડે છે.
બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ સિલિંગ અને દીવાલ પર સ્પ્રે કરવા કે પછી ઇમારતોમાં ઇનસ્યુલેશન અને ફ્લોરિંગ માટે પણ એસ્બેસ્ટોસનો ઉપયોગ થતો રહે છે. કંપનીએ દાવો કર્યો હતો કે તેનો બેબી પાઉડર સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીએ જણાવ્યું હતું કે ઓકલેન્ડ કોર્ટના ચુકાદા સામે તે અપીલ કરશે.

કેન્સરનો ભોગ બનેલી મહિલાને ૨.૯...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.