જો તમારી પાસે આવતીકાલથી મોબાઇલ નહીં હોય તો?

જો તમારી પાસે આવતીકાલથી મોબાઇ

મોબાઈલના વધુ પડતા વપરાશથી બ્રેઇન ટ્યુમર થઈ શકે છે, પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટતા ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધે છે, સ્કિન કેન્સરનું રિસ્ક વધે છે, ટીનેજર્સમાં સ્ટ્રેસ અને સ્લીપ-ડિસઓર્ડરનું પ્રમામ વધે છે, પ્રેગ્નન્ટ સ્ત્રીઓને ગર્ભમાં રહેલા બાળકો પર વિપરીત અસરો થાય છે, નાનાં બાળકો મોબાઈલનો ઉપયોગ લાંબો સમય કરે તો એકાગ્રતા અને ઇમોશનલ પ્રોબ્લેમ્સ થાય છે... આ અને આવી અનેક આડઅસરો વિશે હજી દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકો એકમત નથી થઈ શક્યા. જોકે રેડિયેશનની શરીર પર અસર થાય કે ન થાય, કરોડો મોબાઈલધારકોમાં એક ફોબિયાનો પગેપસારો જરૂ થઈ ગયો છે. એ છે નોમોફોબિયા.

મોબાઈલના વધુ પડતા વપરાશથી બ્રેઇન ટ્યુમર થઈ શકે છે, પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટતા ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધે છે, સ્કિન કેન્સરનું રિસ્ક વધે છે, ટીનેજર્સમાં સ્ટ્રેસ અને સ્લીપ-ડિસઓર્ડરનું પ્રમામ વધે છે, પ્રેગ્નન્ટ સ્ત્રીઓને ગર્ભમાં રહેલા બાળકો પર વિપરીત અસરો થાય છે, નાનાં બાળકો મોબાઈલનો ઉપયોગ લાંબો સમય કરે તો એકાગ્રતા અને ઇમોશનલ પ્રોબ્લેમ્સ થાય છે... આ અને આવી અનેક આડઅસરો વિશે હજી દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકો એકમત નથી થઈ શક્યા. જોકે રેડિયેશનની શરીર પર અસર થાય કે ન થાય, કરોડો મોબાઈલધારકોમાં એક ફોબિયાનો પગેપસારો જરૂ થઈ ગયો છે. એ છે નોમોફોબિયા.
ધારો કે કોઈ આવીને કહે કે આવતી કાલથી તમારી પાસે મોબાઈલ નહીં હોય. તો? તમે શું કરશો? આ વાત સાંભળીને તમે વિહવળ થઈ ઊઠો છે કે એમ જ શાંતિથી એ વાતને સહજતાથી સ્વીકારી લઈ શકો છો? સવારના ગુડ મોર્નિંગ અલાર્મથી લઈને રાતના ગુડ નાઇટ મેસેજ સુધી સતત સાથે ને સાથે જ રહેતા એવા સેલફોન વિનાની જિંદગી કલ્પવી મુશ્કેલ છે, જોકે એ નહીં હોય તો શું એની કલ્પનાથી તમે ડરી જતો હો અને તમારી એન્ગ્ઝાયટી વધી જતી હોય તો તમે પણ દુનિયાના એવા લાખો લોકોની જમાતમાં સામેલ છો, જેમને મોબાઈલ વિના નહીં જીવવાનો ફોબિયા છે.
મોબાઈલ વિના કામ ન થાય
લોકો કામનું બહાનું આગળ ધરીને કહેતા હોય છે કે મારે સતત લોકોના સંપર્કમાં રહેવું પડતું હોવાથી મોબાઈલ ન હો એ તો ન ચાલે. અન્ય લોકોના કોન્ટેક્ટ નંબર્સ, ઇ-મેઇલ આઈડી, એડ્રેસ, બેન્ક અકાઉન્ટના પાસવર્ડ્સ, અપોઇન્ટમેન્ટ્સ, દિવસભરની ઇવેન્ટસ... બધાની નોંધ મોબાઇલમાં જ હોય છે. ઓફિસના કામ માટેની જરૂરી મોટા ભાગની વિગતો કાં તો કમ્પ્યુટરમાં અને કાં તો મોબાઈલમાં જ હોય છે. બ્રિટનના એક સર્વેમાં નોંધાયું હતું કે મોબાઈલને કારણે પચાસ ટકાથી વધુ લોકોને પોતાના ઘરનો કે પાર્ટનરનો નંબર પણ મોઢે યાદ નથી હોતો. ડાયરીમાં લખી રાખવાની આદર રહી નથી એટલે મોબાઈલ વિના લોકો હેલ્પલેસ થઈ જાય છે.
ઇમોશનલ ક્રાઇસિસ
તમે મોબાઈલ વિના અપૂરતી માહિતી હોવાને કારણે એન્ગ્ઝાયટી અનુભવો એ સામાન્ય છે, પણ જો મોબાઈલ સાથે ન હોય તો તમને કોઈ કામમાં ચેન પડે, ઊંઘ ન આવે અને અત્યંત વિહ્વળતા અનુભવાય તો એ ઠીક નથી. બ્રિટનના સાઇકોલોજિસ્ટોનું કહેવું છે કે જે લોકો મોબાઈલને સોસાયટી સાથે પોતાને કનેક્ટ કરવાનું એકમાત્ર માધ્યમ ગણે છે તેમને મોબાઈલ વિના ઇમોશનલ ક્રાઇસિસ અનુભવાઈ શકે છે. થોડાક કલાકો માટે પણ જો મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય કે હેન્ડસેટ ખોવાઈ ગયો હોય તો તેઓ બેબાકળા બની જાય છે. અને પોતાને હેલ્પલેસ અનુભવે છે.
શું તમને આવો ફોબિયા છે?
દિવસમાં ત્રણ કલાકથી વધુ સમય ફોન પર વાતો થાય. દસ-બાર મિનિટના બહુબધા ફોનને બદલે કલાક-બે કલાક સુધીની લાંબી વાતો નિયમિત થતી હોય. રાતે ફોન તપાસવા માટે જાગી જવાય અથવા તો ઊંઘમાં રિંગ સંભળાતી હોય. એક કલાક માટે પણ ફોન સ્વિચ ઓફ કર્યો હોય, બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ કે નેટવર્ક ન મળતું હોયતો ચેન ન પડે.
અનાયાસે એવી સ્થિતિ સર્જાય તો ખૂબ બેબાકળા થઈ જવાય. રોજ 80થી વધુ મેસેજ મોકલતા હો કે રિસીવ કરતા હો. જમતી વખતે, ડ્રાઇવ કરતી વખતે અને અને લોકોની સાથે વાતો કરતી વખતે પણ સતત ફોન પર નજર રહેતી હોય એને વારંવાર મેસેજ મોકલવા કે મેળવવાનું મન રોકી શકાતું ન હોય. તો સાવચેત થવાનો સમય આવી ગયો છે... સાબદા થઇ જજો અને મોબાઇલનું વળગણ ઘટાડવાનો પ્રયાસ શરૂ કરી દો.

કેટલાક મોબાઈલ ડિસઓર્ડર્સ
• રિંગ્ઝાઇટીઃ તમારા મોબાઈલની ઘંટડી વાગી છે એવું લાગવાથી વારંવાર તમારો મોબાઈલ ચેક કરવો પડે.
• ટેક્સાઇટીઃ થોડી-થોડી વારે કોઈનો મેસેજ ન આવે અથવા તો પોતે મેસેજ ન મોકલે તો વ્યાકુળતા અનુભવાય.
• ટેક્સ્કોફ્રેનિયાઃ નવા મેસેજ ન આવે તોય જૂના મેસેજ કાઢીને વાંચ્યા કરવાની આદત હોય. એટલું જ નહીં, જૂના મેસેજને તાજા જ માનીને એનો રિપ્લાય કરવા લાગવું.
• ટો સ્ટિફનેસઃ પુષ્કળ મેસેજીસ ટાઇપ કરવાને કારણે અંગૂઠાનો વચલો જોઇન્ટ અકડાઈ જાય છે. સોજો આવે છે અને ક્યારેક કંપન અનુભવે છે.
• સેલફોન એલ્બોઃ લાંબો સમય ફોન પર વાતો કરવાને કારણે કોણી વળેલી રહે છે એટલે એ હાથમાં ઝણઝણાટી અને ખાલી ચડી જાય છે.

જો તમારી પાસે આવતીકાલથી મોબાઇ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.