જ્હોન્સન એન્ડ જ્હોન્સન હિપપ્લાન્ટના કેસમાં ૧ બિલિયન ડોલરનું વળતર ચૂકવવા તૈયાર
વૈશ્વિક ફાર્મા જાયન્ટ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન અમેરિકામાં ૬,૦૦૦ કાનૂની ખટલાઓમાં સમાધાન પેટે એક બિલિયન યુએસ ડોલરનું વળતર ચૂકવવા ટેક્સાસ કોર્ટમાં સંમત થઈ છે. કંપનીએ તૈયાર કરેલા હિપપ્લાન્ટ ખામીયુક્ત હોવાથી તે આ વળતર ચૂકવવા તૈયાર થઇ છે. ૨૦૧૩માં કંપનીએ તેના ખામીયુક્ત હિપપ્લાન્ટ્સ બજારમાંથી પાછા ખેંચ્યા તે પહેલાં તેનો ઉપયોગ કરનારા અમેરિકી દર્દીઓએ આ વળતરના દાવા કર્યા હતા.
વોશિંગ્ટનઃ વૈશ્વિક ફાર્મા જાયન્ટ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન અમેરિકામાં ૬,૦૦૦ કાનૂની ખટલાઓમાં સમાધાન પેટે એક બિલિયન યુએસ ડોલરનું વળતર ચૂકવવા ટેક્સાસ કોર્ટમાં સંમત થઈ છે. કંપનીએ તૈયાર કરેલા હિપપ્લાન્ટ ખામીયુક્ત હોવાથી તે આ વળતર ચૂકવવા તૈયાર થઇ છે. ૨૦૧૩માં કંપનીએ તેના ખામીયુક્ત હિપપ્લાન્ટ્સ બજારમાંથી પાછા ખેંચ્યા તે પહેલાં તેનો ઉપયોગ કરનારા અમેરિકી દર્દીઓએ આ વળતરના દાવા કર્યા હતા.
જોકે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકામાં દર્દીઓને વળતર ચૂકવવા તૈયાર થઈ ગયેલી આ જ કંપની ભારતમાં વિપરીત વલણ અપનાવી રહી છે. ભારત સરકારે જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીને તેના ખામીયુક્ત એએસઆર હિપપ્લાન્ટ વાપરનાર દર્દીઓને રૂપિયા ૨૦ લાખથી રૂપિયા એક કરોડ સુધીનું વળતર ચૂકવવા કંપનીને આદેશ આપ્યો છતાં કંપની આ આદેશ સામે અદાલતમાં કાનૂની જંગ લડી રહી છે. આ મુદ્દે જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપની તો એવો દાવો કરે છે કે ભારતમાં દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા પિનાકલ હિપપ્લાન્ટ પર તેમને કોઈ ખરાબ રિપોર્ટ મળ્યા નથી. જોકે મેડિકલ રેકોર્ડ્સ અલગ જ કહાની રજૂ કરે છે. ભારતમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીના પિનાકલ ઇમ્પ્લાન્ટ વાપરનારા દર્દીઓ વિપરીત અસરોથી પીડાઈ રહ્યાં છે. તેમની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે.
શું ખામી છે ઇમ્પ્લાન્ટમાં?
જ્હોન્સન એન્ડ જ્હોન્સનના હિપઇમ્પ્લાન્ટમાંથી માનવ શરીરમાં કોબાલ્ટ અને ક્રોમિયમ આયર્નનો રિસાવ થાય છે જેના કારણે દર્દીમાં આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. જેમાં લોહીમાં ધાતુનું ઝેર પ્રસરવું, પીડામાં અસહ્ય વધારો અને શરીરના અન્ય અંગોને ગંભીર નુકસાન જેવી બાબતોનો સમાવેશ થાય છે.
