ડાયાબિટીસના મેનેજમેન્ટમાં વજન ઘટાડવું પાયાની ચાવી છે
ડાયાબિટીસથી પીડાતા પેશન્ટ્સમાં ફ્લુ તેમજ અન્ય ઈન્ફેક્શન્સનું જોખમ ઘટાડવામાં વેઈટ લોસ થેરાપીઝ મહત્ત્વની ભૂમિકા ધરાવતી હોવાનું નવા અભ્યાસના તારણો જણાવે છે.
ડાયાબિટીસથી પીડાતા પેશન્ટ્સમાં ફ્લુ તેમજ અન્ય ઈન્ફેક્શન્સનું જોખમ ઘટાડવામાં વેઈટ લોસ થેરાપીઝ મહત્ત્વની ભૂમિકા ધરાવતી હોવાનું નવા અભ્યાસના તારણો જણાવે છે. સ્પેનના માડ્રિડમાં યુરોપિયન એસોસિયેશન ફોર ધ સ્ટડી ઓફ ડાયાબિટીસ (EASD)ની તાજેતરની વાર્ષિક બેઠકમાં યુકેમાં યુનિવર્સિટી ઓફ એક્સટર મેડિકલ સ્કૂલના રિહાન હોપકિન્સ અને એથાન ડ વિલિઅર્સ દ્વારા રજૂ કરાયેલા સંશોધનમાં જણાવાયું હતું કે ગંભીર બીમારીઓ અને ઊંચા BMI વચ્ચે સંબંધને સપોર્ટ આપતા પુરાવાઓ મળ્યા છે. આનાથી વિપરીત, તીવ્ર ઈન્ફેક્શનની શક્યતામાં હળવા હાઈપરગ્લાયસિમિયા (ઊંચી બ્લડ સુગર)નો ફાળો હોવા વિશે કોઈ પુરાવા સાંપડ્યા નથી. અગાઉના અભ્યાસો અનુસાર ઊંચા BMI અને બ્લડ સુગર પર નબળા કંટ્રોલને તીવ્ર ઈન્ફેક્શન્સ સાથે સાંકળી લેવાયા હતા.
નવા અભ્યાસમાં યુકેમાં આશરે 500,000 લોકોના મેડિકલ અને જીનેટિક ડેટા ધરાવતી યુકે બાયોબેન્કના ડેટાનો ઉપયોગ ઊંચા BMI અને બ્લડ સુગર પર નબળા કંટ્રોલને ન્યૂમોનિયા અને યુરિનલ ટ્રેક્ટ ઈન્ફેક્શન જેવાં બેક્ટેરિયલ અને ફ્લુ જેવા વાઈરલ ઈન્ફેક્શન્સ માટે હોસ્પિટલાઈઝેશન બાબતે કરવામાં આવ્યો હતો. ઊંચા BMI ઈન્ફેક્શન્સથી હોસ્પિટલાઈઝેશન સાથે સંકળાયેલા હોવાનું જણાયું હતું. BMIમાં દર પાંચ પોઈન્ટના વધારા સાથે બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન્સથી હોસ્પિટલાઈઝેશનમાં 32-32 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
