તબીબી ક્ષેત્રે ક્રાંતિઃ હવે લોહીમાં દોડશે મિની રોબોટ, નસોના બ્લોકેજ દૂર કરશે

વૈજ્ઞાનિકોએ એક એવો અદભૂત મિની રોબોટ વિકસાવ્યો છે જે માનવ શરીરની નસોમાં લોહીની સાથે ભ્રમણ કરીને ગંભીર બીમારીઓનો ઈલાજ કરવામાં મદદ કરશે.

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ)ઃ વૈજ્ઞાનિકોએ એક એવો અદભૂત મિની રોબોટ વિકસાવ્યો છે જે માનવ શરીરની નસોમાં લોહીની સાથે ભ્રમણ કરીને ગંભીર બીમારીઓનો ઈલાજ કરવામાં મદદ કરશે. આ ટેકનોલોજી ખાસ કરીને નસોમાં જમા થયેલી ગંદકી અને બ્લોકેજ દૂર કરવા માટે બનાવાઇ છે.આ રોબોટ કદમાં ખૂબ જ નાનો છે અને તે જાતે મૂવમેન્ટ નથી કરતો, પરંતુ ડોક્ટરો તેને શરીરની બહારથી મેગ્નેટ દ્વારા કંટ્રોલ કરશે. આ રોબોટ લોહીના તેજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં પણ સેકન્ડમાં 20 સેન્ટીમીટર જેટલી ઝડપે દોડી શકે છે. તેમાં ખાસ પ્રકારની દવા ભરેલી હોય છે, જે શરીરના ચોક્કસ ભાગ સુધી પહોંચાડી શકાય છે. આ રોબોટ શરીરના એ જ ભાગમાં પહોંચશે જ્યાં બીમારી છે, જેનાથી હેવી ડોઝ ઈન્જેક્શનની જરૂરિયાત ઘટશે. એટલું જ નહીં, બ્લોકેજ ખોલ્યા કે જે તે ભાગમાં દવા પહોંચાડયા પછી આ રોબોટ શરીરમાં જ ઓગળી જાય છે. હાલમાં ભૂંડ પર કરવામાં આવેલી ટ્રાયલમાં આ ટેકનોલોજી 95 ટકા કિસ્સામાં સફળ રહી છે.

તબીબી ક્ષેત્રે ક્રાંતિઃ હવે લોહીમાં દોડશે મિની રોબોટ, નસોના બ્લોકેજ દૂર કરશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.