તમારા દાંત ચોખ્ખા રાખવા!

તમારા દાંત ચોખ્ખા રાખવા!...

IDA મોઢાંની સારી સ્વચ્છતા માટે નીચેની ભલામણો કરે છે: તમારા દાંતને ફ્લોરાઈડ ટૂથપેસ્ટથી દિવસમાં બે વખત બ્રશ કરો. ત્રણ-ચાર મહિને ટૂથબ્રશ બદલો, રૂછા બગડે તો વહેલું બદલી નાંખો. જીર્ણ થયેલું બ્રશ દાંતને સરખાં સાફ નહીં કરે. વચ્ચેના દાંતને દરરોજ ફ્લોસ કે ઈન્ટરડેન્ટલ કલીનરથી સાફ કરો. ટૂથબ્રશ નથી પહોંચતું ત્યાં સડો પેદા કરતા બેકટેરિયા સક્રિય હોય છે. તેનાથી દાંતની વચ્ચે અને પેઢામાં ચોંટેલા અન્નના કણો દૂર થશે.

IDA મોઢાંની સારી સ્વચ્છતા માટે નીચેની ભલામણો કરે છે:
• તમારા દાંતને ફ્લોરાઈડ ટૂથપેસ્ટથી દિવસમાં બે વખત બ્રશ કરો. ત્રણ-ચાર મહિને ટૂથબ્રશ બદલો, રૂછા બગડે તો વહેલું બદલી નાંખો. જીર્ણ થયેલું બ્રશ દાંતને સરખાં સાફ નહીં કરે. • વચ્ચેના દાંતને દરરોજ ફ્લોસ કે ઈન્ટરડેન્ટલ કલીનરથી સાફ કરો. ટૂથબ્રશ નથી પહોંચતું ત્યાં સડો પેદા કરતા બેકટેરિયા સક્રિય હોય છે. તેનાથી દાંતની વચ્ચે અને પેઢામાં ચોંટેલા અન્નના કણો દૂર થશે. • સંતુલિત આહાર લો. ભોજન અને નાસ્તા વચ્ચે મર્યાદા રાખો. • પ્રોફેશનલ કલીનિંગ અને ઓરલ ચેકઅપ્સ માટે ડેન્ટિસ્ટની નિયમિત મુલાકાત લો.
એન્ટીમાઈક્રોબિયલ માઉથ રિન્સ અને ટૂથપેસ્ટ બેકટેરિયલ કાઉન્ટ ઘટાડીને ડેન્ટલ પ્લેકમાં બેક્ટેરિયાની પ્રવૃતિ નિયંત્રિત કરે છે. બેકટેરિયાથી પેઢાંના રોગ પિરિયડોન્ટલના પ્રાથમિક લક્ષણો જોવા મળે છે જેને જીન્ગિવાઈટિસ એટલે કે પેઢાંનો સોજો કહેવાય છે.
ફ્લોરાઈડ માઉથરિન્સથી દાંતનો સડો ઘટાડવા અને રોકવામાં મદદ મળે છે. તબીબી અભ્યાસો દર્શાવે છે કે ફ્લોરાઈડ માઉથરિન્સ અને ફ્લોરાઈડ ટુથપેસ્ટ દાંતના સડા સામે વધારાનું રક્ષણ આપે છે જે ફ્લોરાઈડ ટૂથપેસ્ટથી મળતા રક્ષણ કરતા વધુ હોય છે.
છ વર્ષ કે તેથી નાના બાળકોને ફ્લોરાઈડ માઉથરિન્સ આપવાનું ટાળો કેમ કે તેઓ રિન્સને કદાચ પી જઈ શકે છે. જરૂર પડ્યે ફ્લોરાઈડ માઉથરિન્સના ઉપયોગ અંગે તેમના ડેન્ટિસ્ટ સાથે વાત કરવી જોઈએ. તમને કેવી ઓરલ કેર પ્રોડકટ સાનુકૂળ આવશે તે અંગે તમારા ડેન્ટિસ્ટ સાથે વાત કરો.
હું મારા દાંત કેવી રીતે બ્રશ કરું?
• ટૂથબ્રશને તમારા પેઢાંની સામે 45-ડિગ્રી ખૂણે રાખો. • બ્રશને ટૂંકા સ્ટ્રોકમાં (ટ્રુથવાઈસ - દરેક દાંત પ્રમાણે) હળવેથી આગળ પાછળ કરો. • દાંત બહારની સપાટી, અંદરની સપાટી અને ચાવવાની સપાટીને બ્રશ કરો. • આગળના દાંતની અંદરની સપાટી સાફ કરવા હળવા અપ-ડાઉન સ્ટ્રોકનો ઉપયોગ કરીને બ્રશના ‘ટા’નો ઉપયોગ કરો. • બેક્ટેરિયા દૂર કરવા અને શ્વાસને તાજો કરવા જીભને બ્રશ કરો કે ટન્ગક્લિનરથી સાફ કરો.
હું મારા દાંતને ફ્લોસ કેવી રીતે કરું?
• ફ્લોસનો લગભગ 18 ઈંચનો ટુકડો લઇને તેનો મોટો ભાગ તમારી વચલી આંગળી પર વીંટાળો. બાકીનો ફ્લોસ બીજા હાથની વચલી આંગળી પર વીંટો. તમારો ફ્લોસ જેમ વપરાતો જશે તેમ આ આંગળીમાં વીંટાતો જશે. ફ્લોસને તમારી અંગુઠા અને આગળની આગળીઓ વચ્ચે ચુસ્ત પકડો.
• ફ્લોસને ધીમે ધીમે હલાવતા દાંતની વચ્ચે નાંખો. ફ્લોસ પેઢાંને ઘસાય નહીં તેનું ધ્યાન રાખો.
• ફ્લોસ પેઢાં પર પહોંચે ત્યારે તેને એક દાંતની સામે અંગ્રેજી ઈ મૂળાક્ષરના આકારમાં વાળો. તેને પેઢા અને દાંતની વચ્ચે રહેલી જગ્યામાં હળવેથી ઘસો. • ફ્લોસને દાંત સામે ચુસ્તપણે પકડી દાંતને ધીમે ધીમે ઘસો, ફ્લોસને પેઢાંથી દૂર રાખો ને તેને ઉપર નીચેની દિશામાં ઘસો. તમામ દાંતને આ રીતે સાફ કરો. • તમારા છેલ્લા દાંતની પાછળની બાજુ ભૂલશો નહીં.
www.aashudentalclinic.com

તમારા દાંત ચોખ્ખા રાખવા!...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.