દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃત્યુ અયોગ્ય ખાણીપીણીના લીધે થાય છે

દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃ

આજની દોડધામભરી, તણાવયુક્ત જીવનશૈલીમાં સ્વસ્થ - તંદુરસ્ત રહેવા માટે આખી દુનિયાના લોકોએ કાજુ, બદામ, મગફળી, અખરોટ, ફળફળાદિ, લીલા શાકભાજી અને કઠોળ વધુ ખાવાની જરૂર છે. આના બદલે હાલમાં વધારે પડતા ખાંડ અને નમકવાળા પદાર્થો તેમજ પ્રોસેસ્ડ માંસ વધુ ખાવામાં આવે છે. પરિણામે તેમને હૃદયરોગ, કેન્સર અને ડાયાબીટીસ જેવા રોગો લાગુ પડે છે અને મહામૂલું માનવજીવન વેડફાઇ જાય છે. વર્ષ ૨૦૧૭માં દુનિયાભરમાં થયેલા ૧.૧૦ કરોડ માનવીઓના મોત, આ બીમારીઓના લીધે થયા છે.

વોશિંગ્ટનઃ આજની દોડધામભરી, તણાવયુક્ત જીવનશૈલીમાં સ્વસ્થ - તંદુરસ્ત રહેવા માટે આખી દુનિયાના લોકોએ કાજુ, બદામ, મગફળી, અખરોટ, ફળફળાદિ, લીલા શાકભાજી અને કઠોળ વધુ ખાવાની જરૂર છે. આના બદલે હાલમાં વધારે પડતા ખાંડ અને નમકવાળા પદાર્થો તેમજ પ્રોસેસ્ડ માંસ વધુ ખાવામાં આવે છે. પરિણામે તેમને હૃદયરોગ, કેન્સર અને ડાયાબીટીસ જેવા રોગો લાગુ પડે છે અને મહામૂલું માનવજીવન વેડફાઇ જાય છે. વર્ષ ૨૦૧૭માં દુનિયાભરમાં થયેલા ૧.૧૦ કરોડ માનવીઓના મોત, આ બીમારીઓના લીધે થયા છે.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટની ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશને હાથ ધરેલા એક વૈશ્વિક અભ્યાસમાં આમ જણાયું છે. ઓનલાઈન મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’માં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર આ અભ્યાસમાં વિશ્વના ૧૯૫ દેશોને આવરી લેવાયા હતા, જેમાં ખોરાકસંબંધી મોતનું પ્રમાણ ઉઝબેકિસ્તાનમાં સૌથી વધુ, જ્યારે ઈઝરાયેલમાં સૌથી ઓછું નોંધાયું હતું. આ યાદીમાં અમેરિકા ૪૩મા ક્રમે, ઈંગ્લેન્ડ ૨૩મા, ચીન ૧૪૦મા, જ્યારે ભારત ૧૧૮મા ક્રમે જોવા મળે છે.
દુનિયાભરમાં કાજુ, અખરોટ, મગફળી, બીયાં, દૂધ અને આખું અનાજ જેવા તંદુરસ્તી પ્રદાન કરતાં ખાદ્ય પદાર્થોનો વપરાશ પ્રમાણમાં ઓછો જણાયો છે. ઉલ્ટું લોકો વધુ પડતાં ગળ્યાં પીણાં, વધુ પડતાં પ્રોસેસ્ડ માંસ અને નમકનો ઉપયોગ કરતાં જોવા મળ્યા છે. આના લીધે ૨૦૧૭માં થયેલા પ્રત્યેક પાંચ માનવીના મોત પૈકી એક માનવીનું મોત ખરાબ ખાન-પાનને લીધે થયું હતું.
‘ધ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડી’ નામના આ અભ્યાસમાં ૧૯૯૦થી ૨૦૧૭ સુધીમાં જોવા મળેલા ખાનપાન સંબંધી ૧૫ મુદ્દાઓને આવરી લેતા પ્રવાહોને સમાવાયા હતા. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશનના ડાયરેક્ટર ક્રિસ મુર્રેએ કહ્યું હતું કે વિશ્વમાં માણસના મોત માટે અન્ય કોઈ વસ્તુ કરતાં અપોષક ખોરાક વધુ જવાબદાર છે. કેટલાંક લોકો વર્ષોથી જેના વિશે વિચારતા હતા એવો એમનો આ ડર મજબૂત થયો છે. અમારું વિશ્લેષણ દર્શાવે છે કે સોડિયમ તત્વવાળો ખોરાક વધુ પડતો લેવાય છે કે જે આરોગ્ય સામે મોટા જોખમરૂપ બની રહ્યો છે.
આથી ઉલ્ટું આખું અનાજ, ફળો, બદામ, મગફળી, અખરોટ, બીયાં તથા શાકભાજી જેવા સ્વાસ્થ્ય પ્રદાન કરતાં પદાર્થો ઓછા ખાવામાં આવે છે. આ બધા પદાર્થોનું પ્રમાણ બમણું કરવાની આવશ્યક્તા છે. જ્યારે ખાંડ અને માંસનું પ્રમાણ અડધું કરવાની આવશ્યક્તા છે.

દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.