દવાઓના વધુ પડતા ઉપયોગ સામે ચેતવણી
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલની સામે એક અનોખું આર્ટ ઈન્સ્ટોલેશન સ્થાપિત કરાયું છે. તેને ‘લેડી લિબર્ટીઝ માઉથ ઓફ અમેરિકા’ નામ અપાયું છે.
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલની સામે એક અનોખું આર્ટ ઈન્સ્ટોલેશન સ્થાપિત કરાયું છે. તેને ‘લેડી લિબર્ટીઝ માઉથ ઓફ અમેરિકા’ નામ અપાયું છે. હેલ્થ સપ્લિમેન્ટ કંપની વિમર્જી દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશનો હેતુ અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ પર વધતી જતી નિર્ભરતા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ ઈન્સ્ટોલેશનમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું હેડ જોવા મળે છે અને મોઢામાંથી ઘણી બધી દવાઓ નીકળતી જોવા મળી રહી છે. વિમર્જી કંપનીએ દાવો કર્યો છે કે અમેરિકામાં પ્રત્યેક વ્યક્તિ સરેરાશ વાર્ષિક 19 પ્રિસ્ક્રિપ્શન દવાઓ લઈ રહ્યા છે. 400 કરોડથી વધુ પ્રિસ્ક્રિપ્શન વાર્ષિક અમેરિકામાં જારી કરાય છે.
