દાદીમાનું વૈદુંઃ અજીર્ણ - ભૂખ ન લાગવી

દાદીમાનું વૈદુંઃ અજીર્ણ - ભૂખ

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો

• જમવા પહેલા આદુંની કચુંબર સહેજ સિંધવ-મીઠું નાંખીને ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.

• ફૂદીનાના રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.

• અડધી ચમચી અજમો, ચપટી સિંધવ-મીઠું લીંબુના શરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.

• એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ ને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે. 

• પાકા અનાનસના કટકા કરીને તેની ઉપર મરી અને સિંધવ-મીઠું ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.

• એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુંનો રસ અને ચપટી સિંધવ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.

દાદીમાનું વૈદુંઃ અજીર્ણ - ભૂખ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.