દાદીમાનું વૈદુંઃ ચામડીના રોગો

દાદીમાનું વૈદુંઃ ચામડીના રોગ

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર...

• ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણનું માલિશ કરવાથી ચામડી સાફ બનશે. હાથ-પગમાં ચીરા પડ્યા હોય તો તે મટે છે.
• મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો, સુંવાળો, ચમકીલો બને છે.
• એક ડોલ ગરમ કે ઠંડા પાણીમાં એક લીંબુ નિચોવીને તેનાથી સ્નાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે.
• કારેલીનાં પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જૂના કોઈ પણ રોગ મટે છે.
• તલના તેલને હુંફાળું ગરમ કરીને રોજ માલિશ કરવાથી ફિક્કી ચામડી ચમકતી થાય છે.
• કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી - ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.

દાદીમાનું વૈદુંઃ ચામડીના રોગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.