દાદીમાનું વૈદુંઃ દમ - શ્વાસ

દાદીમાનું વૈદુંઃ દમ - શ્વાસ...

દમ-શ્વાસની બીમારીમાં ઉપયોગી બની શકે તેવા ઘરગથ્થુ ઉપચારો

• દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈ, તેને દીવાની જ્યોત પર ગરમ કરી, પછી તેને છોલીને મરીનો ભૂકો ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે. • ઘી સાથે દળેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે. • બે ચમચી આદુંનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. • રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે. • હળદર, મરી અને અડદ એ ત્રણને અંગારા પર નાખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે. • દસ પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે. • એલચી, ખજૂર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે. • દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે. અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.

દાદીમાનું વૈદુંઃ દમ - શ્વાસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.