દાદીમાનું વૈદુંઃ વાળની માવજત

દાદીમાનું વૈદુંઃ વાળની માવજત...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો વાળની માવજત વિશે.

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો વાળની માવજત વિશે.

• છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
• ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાંખી, ઉકાળી, એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.
• માથાના વાળ ખરતા હોય તો, ૫૦૦ ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી, સૂર્યના તડકામાં સાત દિવસ રાખો. ત્યાર બાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લો. આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે, વાળ કાળા થાય છે તથા નવા વાળ ઊગે છે.
• વાળ ખરતા હોય તો દિવેલ હૂંફાળુ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં. • માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.
• આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઇ, વાટીને પાઉડર બનાવી, રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
• ખાંડ અને લીંબુનો રસ બંને ભેગાં કરી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.
• ચણાને છાસમાં પલાળીને, ચણા એકદમ પોચા થાય ત્યારે, માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.
• ૨૫૦ ગ્રામ કોપરેલમાં ખોબો ભરીને મેંદીના પાન ઉકાળવા, તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે.
• કાંદાનો રસ માથામાં ભરવાથી જૂ મરી જાય છે.
• લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.

દાદીમાનું વૈદુંઃ વાળની માવજત...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.