નાગરવેલનું પાનઃ માત્ર મુખવાસ નહીં, ઔષધી તરીકે પણ ઉપયોગી

નાગરવેલનું પાનઃ માત્ર મુખવાસ

નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ એકલું પાન ખાવું જોઈએ. બહુ બહુ તો તમે તેમાં શેકેલી કે કાચી વરિયાળી નાંખી શકો કેમ કે વરિયાળી ભોજન સારી રીતે પચાવે છે. જો સાચી રીતે નાગરવેલના પાનનો ઉપયોગ કરશો. તો શરીરની 4 સમસ્યામાં તે ઔષધીની જેમ અસર કરશે.

• પાચનની સમસ્યા: અનેક લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય છે. પેટમાં ગેસ, એસિડિટી, અપચો વગેરે ખરાબ પાચનના કારણે થાય છે. આવી તકલીફોમાં નાગરવેલના પાન ફાયદો કરી શકે છે. નાગરવેલના પાનમાં પ્રાકૃતિક તેલ અને ખાસ પ્રકારના એન્ઝાઇમ્સ હોય છે જે પાચનની તકલીફોમાં રાહત આપી શકે છે. ઉનાળામાં નાગરવેલનું પાન પેટને ઠંડક આપે છે.
• કફથી મુક્તિ: નાગરવેલનું પાન છાતીમાં જામેલા કફ અને સીઝનલ બીમારીઓથી રાહત આપવામાં મદદ કરી શકે છે. પાન એન્ટીઈન્ફલેમેટરી ગુણથી ભરપુર હોય છે. કફની તકલીફ વખતે પાનનો ઉપયોગ કરવાથી છાતીમાં જામેલો કફ ઢીલો પડીને નીકળી જાય છે. વર્ષોથી શરદી, કફ સહિતની સમસ્યામાં પાનનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.
• મૂડ સુધારેઃ મહિલાઓને માસિક સમયે, મેનોપોઝ સમયે મૂડસ્વિંગ થતા હોય છે. આ સમયે થાક, સ્ટ્રેસ, ઉદાસી અનુભવાય છે. આવા સમયે મૂડ સુધારવાનું કામ પાન કરી શકે છે. પાનમાં ખાસ પ્રકારના રસાયણ હોય છે જે મનને શાંત કરે છે અને ખરાબ મૂડને સુધારવામાં મદદ કરે છે.
• ઓરલ હેલ્થ: નાગરવેલના પાન એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણનો ખજાનો છે. આ પાન ખાવાથી ઓરલ હેલ્થ સારી રહે છે. પાન ખાવાથી પેઢાના સોજા, મોમાંથી આવતી દુર્ગંધની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.

નાગરવેલનું પાનઃ માત્ર મુખવાસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.