પાલતુ પશુથી માલિકોને આંતરડાંની બીમારીનો ખતરો

પાલતુ પશુથી માલિકોને આંતરડાં

કૂતરાં અને બિલાડી પાળવાનો શોખ ધરાવનારા લોકો પર આરોગ્યનું જોખમ થઈ શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું કે પાલતુ પશુ (પેટ્સ) રાખનારા લોકોને આંતરડાની બીમારી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ થવાની શક્યતા વધુ છે. આ બીમારીમાં વ્યક્તિને પેટમાં દર્દ, ઉચાટ, મોશનમાં મુશ્કેલી અને ઝાડાની સમસ્યા હોઈ શકે છે. પેટ લવર્સને આ બીમારીનો ભોગ બનવાની સંભાવના સામાન્ય લોકો કરતાં દોઢ ગણી વધુ હોય છે. અમેરિકાની ઇસ્ટ ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ ૨,૮૮૩ દર્દીઓના મેડિકલ રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે.

ન્યૂ યોર્કઃ કૂતરાં અને બિલાડી પાળવાનો શોખ ધરાવનારા લોકો પર આરોગ્યનું જોખમ થઈ શકે છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જણાયું કે પાલતુ પશુ (પેટ્સ) રાખનારા લોકોને આંતરડાની બીમારી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ થવાની શક્યતા વધુ છે. આ બીમારીમાં વ્યક્તિને પેટમાં દર્દ, ઉચાટ, મોશનમાં મુશ્કેલી અને ઝાડાની સમસ્યા હોઈ શકે છે. પેટ લવર્સને આ બીમારીનો ભોગ બનવાની સંભાવના સામાન્ય લોકો કરતાં દોઢ ગણી વધુ હોય છે. અમેરિકાની ઇસ્ટ ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ ૨,૮૮૩ દર્દીઓના મેડિકલ રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢ્યું છે.
અભ્યાસ અનુસાર, પાલતુ પશુઓના ડેન્ડ્રફ અને મળને કારણે આ સિન્ડ્રોમનું જોખમ વધે છે. પેટ્સના સ્કિન અને મળમાં એવા બેક્ટેરિયા હોય છે જે માત્ર તેને અડકવાથી જ નહીં પણ શ્વાસ લેવાથી પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય છે.
આ બેક્ટેરિયા વ્યક્તિની પાચનક્રિયાને પ્રભાવિત કરે છે અને તેથી ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે.

પાલતુ પશુથી માલિકોને આંતરડાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.