બદામનું નિયમિત સેવન છે ખૂબ લાભદાયક

બદામનું નિયમિત સેવન છે ખૂબ લાભ...

ઘણા લોકો આહારમાં સૂકોમેવો નિયમિત લેતા હોય છે, અને તેમાં બદામ મુખ્ય હોય છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે તો ખૂબ જ સારી છે. બદામને આખી રાત પાણીમાં પલાળ્યા બાદ સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે.

ઘણા લોકો આહારમાં સૂકોમેવો નિયમિત લેતા હોય છે, અને તેમાં બદામ મુખ્ય હોય છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે તો ખૂબ જ સારી છે. બદામને આખી રાત પાણીમાં પલાળ્યા બાદ સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે. બદામમાં વિટામિન-ઈ, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન જેવા તત્ત્વો હોય છે. બદામ પ્રોટીનનો સારો સ્રોત છે. એ ઉપરાંત બદામમાંથી મેંગેનીઝ અને પોટેશિયમ પણ મળે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે. સાથે જ બ્લડસુગરને નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે. બદામ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ ખૂબ જ લાભકારી છે. બદામમાં રહેલા ફાઈબર અને પ્રોટીન પેટને ભરેલું રાખે છે અને ઓવરઇટિંગથી બચી શકો છો. તેનાથી પાચન ક્રિયા સારી થાય છે. વિશેષ તો તેનાથી વજન નિયંત્રણમાં રહે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ડાયાબિટીસથી બચાવે છે. હૃદયની બીમારી માટે કોલેસ્ટ્રોલ મુખ્ય કારણ મનાય છે. બદામ ખાવાથી હૃદય સંબંધિત બીમારી થતી નથી અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થઈ જાય છે કેમ કે તે શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. આ ઉપરાંત બદામમાં રહેલું વિટામન-ઇ હૃદય અને મોટી ઉંમરે આંખમાં થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. બદામમાં જોવા મળતાં પોષકતત્ત્વો આરોગ્ય સાથે સાથે વાળને મજબૂત કરે છે. ઓમેગા ફેટી ૩ એસિડ બદામમાં પૂરતા પ્રમાણમાં હોય છે. જે શરીરમાં લોહીના પ્રવાહને ઠીક કરે છે.

બદામનું નિયમિત સેવન છે ખૂબ લાભ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.