બાળપણમાં સ્થૂળ બાળકોને પુખ્ત વયમાં કેન્સરનું વધુ જોખમ

બાળપણમાં સ્થૂળ બાળકોને પુખ્ત

બાળપણ અથવા પુખ્તાવસ્થામાં પણ સ્થૂળ હોવું તે દાયકાઓ પછી તેમના માટે આંતરડાના કેન્સરનું વધુ જોખમ લાવી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત સંશોધનમાં જણાવાયું છે કે બાલ્યાવસ્થામાં ભારે વજન ધરાવતા બાળકોને પુખ્ત વયમાં કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. 

બાળપણમાં સ્થૂળ બાળકોને પુખ્ત વયમાં કેન્સરનું વધુ જોખમ
બાળપણ અથવા પુખ્તાવસ્થામાં પણ સ્થૂળ હોવું તે દાયકાઓ પછી તેમના માટે આંતરડાના કેન્સરનું વધુ જોખમ લાવી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત સંશોધનમાં જણાવાયું છે કે બાલ્યાવસ્થામાં ભારે વજન ધરાવતા બાળકોને પુખ્ત વયમાં કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. બાળપણની મેદસ્વીતા આંતરડાના કેન્સરની સંભવિત નિશાની છે. યુકેમાં સૌથી સામાન્ય કેન્સરમાં ચોથો ક્રમ ધરાવતું આંતરડાનું કેન્સર છે અને દર વર્ષે 44,000 લોકોને આંતરડાનું કેન્સર થાય છે અને 50 વર્ષથી ઓછી વયના લોકોમાં તેના કેસીસ વધતા જાય છે. સંશોધકોએ આંતરડાના કેન્સરના કારણ તરીકે જીવનના પ્રારંભિક વર્ષોમાં બોડી માસ ઈન્ડેક્સ (BMI) સાથેની કડીને ચકાસવા 8000થી વધુ દર્દીને સાંકળતા 37 અભ્યાસોનો ડેટા ચકાસ્યો હતો. શરીરના વજન અને ઊંચાઈના ગુણોત્તર જોવામાં આવે તો 30થી વધુનો BMI મેદસ્વીતા દર્શાવે છે જ્યારે 25થી વધુ BMI ઓવરવેઈટ અને 18.5થી 25 વચ્ચેનો BMI સામાન્ય ગણાય છે. અભ્યાસમાં જણાયું હતું કે 18-25 વયજૂથના યુવા પુખ્તોના BMIમાં દર 5 પોઈન્ટનો વધારો તેમની પાછળની જિંદગીમાં આંતરડાના કેન્સરના જોખમમાં 12 ટકાનો વધારો કરે છે. બીજી તરફ, 10-19 વયજૂથના યુવાવર્ગમાં BMIનો વધારો કોલોન (મોટા આંતરડાનો હિસ્સો) કેન્સરના જોખમમાં 5થી 18 ટકાનો વધારો કરે છે. 2-9 વયજૂથના બાળકોમાં ઊંચો BMI પુખ્તાવસ્થામાં કોલોન કેન્સરનું જોખમ ઘણું વધારે છે. યુકેમાં 1990ના દાયકાથી સ્થૂળતાનો દર બમણો થઈ ગયો છે. 4 પુખ્ત લોકોમાંથી 1 અને દર પાંચમાંથી 1 બાળકમાંથી એક સ્થૂળ છે. કેન્સર માટે ધૂમ્રપાન પછી સ્થૂળતા બીજા ક્રમે આવે છે અને અલગ અલગ 13 પ્રકારના રોગો માટે જવાબદાર ગણાય છે.

બાળપણમાં સ્થૂળ બાળકોને પુખ્ત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.