બોલવા અને ગળવામાં મુશ્કેલી રહે તો પાર્કિન્સનની શરૂઆતનો સંકેત

બોલવા અને ગળવામાં મુશ્કેલી રહ

તાજેતરના એક તબીબી અભ્યાસનું તારણ કહે છે કે જો કોઈ વ્યક્તિને ભોજન ચાવવા, ગળવા કે બોલવામાં મુશ્કેલી થઈ રહી છે. સાથે સાથે જ ભાવનાત્મક પરિવર્તન ઝડપથી થઈ રહ્યા છે તો આ પાર્કિન્સનની શરૂઆતના સંકેત હોઈ શકે છે.

તાજેતરના એક તબીબી અભ્યાસનું તારણ કહે છે કે જો કોઈ વ્યક્તિને ભોજન ચાવવા, ગળવા કે બોલવામાં મુશ્કેલી થઈ રહી છે. સાથે સાથે જ ભાવનાત્મક પરિવર્તન ઝડપથી થઈ રહ્યા છે તો આ પાર્કિન્સનની શરૂઆતના સંકેત હોઈ શકે છે. આ લક્ષણોની સાથે ઊંઘ આવવામાં સમસ્યા અને કબજિયાતની ફરિયાદ પણ હોઈ શકે છે. પાર્કિન્સન નર્વસ સિસ્ટમ સાથે સંબંધિત એવો રોગ છે જેમાં મગજ સુધી સબસ્ટેનિયા નાયગ્રા નામના ભાગમાં નર્વ કોશિકાઓ મૃતઃપ્રાય થવા લાગે છે. તેનાથી વ્યક્તિની શારીરિક અને માનસિક ગતિવિધિઓ પ્રભાવિત થવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે પાર્કિન્સનની બીમારી થવાના ચોક્કસ કારણો અને સાચા લક્ષણો અંગે વિજ્ઞાનીઓ કે તબીબી નિષ્ણાતો નક્કર જાણકારી ધરાવતા નથી. પ્રારંભમાં આ બીમારી શરીરના કોઈ એક અંગમાં ધ્રુજારી સાથે શરૂ થઈને સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. ગંભીર પીડિત વ્યક્તિ લાગણીહીન બની શકે છે. તેના માટે પાંપણ પણ ઝપકાવવાનું મુશ્કેલ બની જતું હોય છે.

બોલવા અને ગળવામાં મુશ્કેલી રહ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.