બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવામાં એઆઇ વધુ અસરકારક

બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવા

એક તબીબી અભ્યાસના તારણ અનુસાર બ્રેસ્ટ કેન્સર તેમજ કેન્સર પૂર્વે થતી ગાંઠોના નિદાન માટે ડોક્ટર કરતા કમ્પ્યૂટર વધુ અસરકારક નીવડે છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે સંશોધકોએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને ૨૪૦ બાયોપ્સી ઇમેજનું વિશ્લેષણ કરવાની તાલીમ આપી હતી અને બાદમાં ૮૭ પેથોલોજિસ્ટે કરેલા નિદાન સાથે એની સખામણી કરી હતી.

ન્યૂ યોર્કઃ એક તબીબી અભ્યાસના તારણ અનુસાર બ્રેસ્ટ કેન્સર તેમજ કેન્સર પૂર્વે થતી ગાંઠોના નિદાન માટે ડોક્ટર કરતા કમ્પ્યૂટર વધુ અસરકારક નીવડે છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે સંશોધકોએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને ૨૪૦ બાયોપ્સી ઇમેજનું વિશ્લેષણ કરવાની તાલીમ આપી હતી અને બાદમાં ૮૭ પેથોલોજિસ્ટે કરેલા નિદાન સાથે એની સખામણી કરી હતી. તેમના સંશોધનમાં આ મશીન ડોક્ટરો જેટલું જ સફળ નીવડ્યું હતું. જોકે બંને વચ્ચે એક મહત્ત્વનો ફરક પણ જણાયો હતો. કેન્સરની ગાંઠ અને કેન્સર જેવી જ દેખાતી પણ કેન્સર ન હોય એવી ગાંઠ વચ્ચેનો તફાવત આ મશીન દ્વારા ડોક્ટરો કરતાં પણ વધુ સચોટ રીતે કરાયો હતો. બંને સ્થિતિમાં સારવાર જુદી હોવાથી આ નિદાનની ચોકસાઈ ખૂબ મહત્ત્વની છે. 

વક્ષસ્થળની બાયોપ્સીની ઇમેજનું વિશ્લેષણ અત્યંત જટીલ હોય છે. આ બાબતમાં ક્યારેક ડોક્ટરો પણ થાપ ખાઈ જતા હોય છે. કેટલીક વાર તેઓ પોતાના જ અગાઉના નિદાન સાથે સહમત નથી થઈ શકતા આ બન્ને ગાંઠો સરખી જ લાગે છે, પણ બંનેની સારવારમાં આસમાન-જમીનનો તફાવત હોય છે. આથી જ એનું સચોટ નિદાન આવશ્યક છે. સામાન્યપણે ડોક્ટરો ગાંઠની સાઈઝના આધારે નક્કી કરે છે કે આ ગાંઠ કેન્સરની છે કે કેમ. જો આ ગાંઠ ૨ મીલીમીટર કે તેથી વધુ મોટી હોય તો તેની ટ્રીટમેન્ટ કેન્સરની ગાંઠ તરીકે કરવામાં આવે છે, પરંતુ આ પદ્ધતિ ક્ષતિયુક્ત છે. આ સંજોગોમાં ગાંઠનું સચોટ નિદાન કરવામાં એઆઇ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.