બ્રેસ્ટ મિલ્કમાં રક્ષાત્મક એન્ટીબોડીઝ થકી કોરોના ચેપનો સામનો શક્ય

કોરોના વાઈરસ માટે પોઝિટિવ થયેલી સ્ત્રીના સ્તનના દૂધમાં એન્ટિબોડીઝ હોય છે જે નવા સંક્રમણ સામે લડવામાં મોટી આશા બની શકે છે તેમ ડચ સંશોધનમાં જણાયું છે. એમસ્ટર્ડમ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટર (UMC) દ્વારા સંશોધનમાં જણાયું છે કે પાશ્ચરાઈઝેશન પ્રક્રિયાથી એન્ટીબોડીઝનો નાશ થતો નથી. આનો અર્થ એ છે કે મહામારીનો સામનો કરવામાં સ્તનના દૂધના ફ્લેવપ સાથેના આઈસ ક્યુબ્સનો ઉપયોગ કરી શકાય છે.

લંડનઃ કોરોના વાઈરસ માટે પોઝિટિવ થયેલી સ્ત્રીના સ્તનના દૂધમાં એન્ટિબોડીઝ હોય છે જે નવા સંક્રમણ સામે લડવામાં મોટી આશા બની શકે છે તેમ ડચ સંશોધનમાં જણાયું છે. એમસ્ટર્ડમ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટર (UMC) દ્વારા સંશોધનમાં જણાયું છે કે પાશ્ચરાઈઝેશન પ્રક્રિયાથી એન્ટીબોડીઝનો નાશ થતો નથી. આનો અર્થ એ છે કે મહામારીનો સામનો કરવામાં સ્તનના દૂધના ફ્લેવપ સાથેના આઈસ ક્યુબ્સનો ઉપયોગ કરી શકાય છે.
UMCના સંશોધક બ્રિટ વાન કુલેને જણાવ્યું હતું કે એન્ટિબોડીઝ રક્ષણાત્મક આવરણ બનાવે તે માટે મ્યુકસ મેમ્બ્રેન્સ સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહે તે જરૂરી છે. તમે દૂધ પીઓ ત્યારે તે ઝડપથી અદૃશ્ય થઈ જાય છે. અમારો આઈડિયા તેને બરફના ક્યૂબ્સ તરીકે આપવાનો છે જેથી તે વધુ લાંબો સમય મ્યુકસ મેમ્બ્રેન્સના સંપર્કમાં રહી રક્ષણાત્મક આવરણ બનાવી શકે. લેબોરેટરીના પ્રયોગોમાં બ્રેસ્ટ મિલ્કના એન્ટિબોડીઝ કોરોના વાઈરસના પ્રસારને અટકાવવામાં શક્તિશાળી જણાયા હતા. આના પરિણામે, તેનો સારવાર તરીકે ઉપયોગમાં લેવાની આશા વધી છે. માનવીય માતા દ્વારા ઉત્પાદિત દૂધમાં એન્ટિબોડીઝ નવજાત બાળકને શ્વસનતંત્રના ચેપ સામે રક્ષા કરી શકે તે પ્રકારના હોય છે.
ડો. વાન કુલેને જણાવ્યું હતું કે કોરોના વાઈરસથી સંક્રમિત ૩૦ મહિલાના દૂધના સેમ્પલ લેવાયાં હતાં. બાળકોને સ્તનપાન કરાવતી માતામાં સામાન્યતઃ કયા પ્રકારના એન્ટિબોડીઝ હોય છે તે શોધવા સંશોધકો ૧,૦૦૦ જેટલી મહિલાઓ બ્રેસ્ટ મિલ્કનું દાન આપી શકે તેનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રેસ્ટ મિલ્કનો જથ્થો મર્યાદિત હોવાથી સમગ્ર વસ્તીને તેના મારફત આપવાનું શક્ય બની શકે નહિ પરંતુ, કેર હોમ્સમાં રોગચાળા જેવી સ્થિતિમાં વયોવૃદ્ધ નિવાસીઓ જેવા નિરાધાર, અશક્તો માટે તેનો ઉપયોગ કરી શકાય.

બ્રેસ્ટ મિલ્કમાં રક્ષાત્મક એ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.