માત્ર ત્રણ રાતની ઓછી ઊંઘ હૃદયનું આરોગ્ય બગાડે

માત્ર ત્રણ રાતની ઓછી ઊંઘ હૃદયન...

લોકોએ સ્વસ્થ રહેવા માટે રાત્રે ઓછામાં ઓછાં સાત કલાકની ઊંઘ લેવી જરૂરી હોવાનું નિષ્ણાતો કહે છે ત્યારે શરીરને પૂરતી ઊંઘ ન મળે તો શરીર અને ખાસ કરીને હૃદય પર તેની કેવી અસરો સર્જાય તેનો અભ્યાસ સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. તેમણે અભ્યાસમાં ભાગ લેનારા લોકોના નબળી ઊંઘ અને સ્વસ્થ ઊંઘના સેશન્સ દરમિયાન બાયોમાર્કર્સની ચકાસણી કરી હતી.

માત્ર ત્રણ રાતની ઓછી ઊંઘ હૃદયનું આરોગ્ય બગાડે
લોકોએ સ્વસ્થ રહેવા માટે રાત્રે ઓછામાં ઓછાં સાત કલાકની ઊંઘ લેવી જરૂરી હોવાનું નિષ્ણાતો કહે છે ત્યારે શરીરને પૂરતી ઊંઘ ન મળે તો શરીર અને ખાસ કરીને હૃદય પર તેની કેવી અસરો સર્જાય તેનો અભ્યાસ સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. તેમણે અભ્યાસમાં ભાગ લેનારા લોકોના નબળી ઊંઘ અને સ્વસ્થ ઊંઘના સેશન્સ દરમિયાન બાયોમાર્કર્સની ચકાસણી કરી હતી. ‘બાયોમાર્કર રિસર્ચ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાયું હતું કે માત્ર ત્રણ રાતની ઓછી ઊંઘ મળવાથી સોજા-બળતરા અને હૃદયના આરોગ્ય સાથે સંકળાયેલા બાયોમાર્કર્સમાં વધારો થયો હતો. નવા અભ્યાસનો હેતુ શરીર નબળી ઊંઘ સામે કેટલા સમયમાં નકારાત્મક અસરથી પ્રત્યાઘાત આપવા લાગે છે તે ચકાસવાનો હતો. ઓછી ઊંઘ લેવાથી શારીરિક અને માનસિક આરોગ્યની સમસ્યાઓ સર્જાય છે એટલું જ નહિ, મગજ ઝડપથી વૃદ્ધ થાય છે. કસરત કરવાથી નબળી ઊંઘની નકારાત્મક અસરને સરભર કરી શકાય છે કે કેમ તેના પરીક્ષણમાં સંશોધકોને જણાયું હતું કે કસરતથી મદદ મળી શકે, પરંતુ તેનાથી નબળી ઊંઘની નકારાત્મક અસર દૂર થતી નથી. નિષ્ણાતો કહે છે કે લોકોએ ઊંઘની ગુણવત્તા વધારવા માટે દિવસના પાછલા ભાગમાં કેફિન અને આલ્કોહોલનો ઉપયોગ ટાળવો જોઈએ, સૂતાં પહેલાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ટાળવો જોઈએ તેમજ દિવસ દરમિયાન લાંબી ઊંઘ ખેચવાની આદતને મર્યાદિત કરવી જોઈએ.

•••
કસરત કરશો તો કેન્સરનું પુનરાવર્તન પણ દૂર રહેશે
કેન્સરના પુનરાવર્તનનું જોખમ અટકાવવા માટે કસરત દવાઓ કરતાં પણ બહેતર અને શ્રેષ્ઠ થેરાપી હોવાનું ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત નવા અભ્યાસના તારણો જણાવે છે. કેન્સર રિસર્ચ યુકેના સ્ટેન્ડ અપ ટુ કેન્સર દ્વારા અંશતઃ નાણાકીય સહાય સાથેની CO21 ચેલેન્જ ટ્રાયલમાં 2009થી 2023ના ગાળામાં કેન્સરના 889 દર્દીઓને તેમની કીમોથેરાપી અને સર્જરીની સારવાર પૂર્ણ થયા પછી ‘કસરતોનું પ્રીસ્ક્રીપ્શન’ અપાયું હતું, જેના પરિણામો અનુસાર કેન્સરથી મૃત્યુના તેમના જોખમમાં 37 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રાયલમાં દર્દીઓને આગળના સ્ટેજનું કોલોન કેન્સર હતું, પરંતુ સંશોધકોના જણાવ્યા મુજબ અન્ય પ્રકારના કેન્સરમાં પણ આ તારણોને લાગુ કરી શકાય. સંશોધકોને એમ પણ જણાવ્યું હતું કે કસરતના સક્રિય ગ્રૂપના ઘણા ઓછાં પેશન્ટને બ્રેસ્ટ કેન્સરનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાયલના પરિણામો તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીની વાર્ષિક મીટિંગના ‘એઝ ગૂડ એઝ અ ડ્રગ’ સેશનમાં રજૂ કરાયા હતા. સોસાયટીના એક્ઝિ. વાઈસ પ્રેસિડેન્ટ ડો. જૂલી ગ્રાલોએ જણાવ્યું હતું કે કસરતોની કોઈ આડઅસર હોતી નથી. ડ્રગ્સથી ઘણાં ઓછાં પરિણામો મળે છે અને તે ભારે ખર્ચાળ હોવાં સાથે ઝેરી પણ હોય છે.

માત્ર ત્રણ રાતની ઓછી ઊંઘ હૃદયન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.