રક્ષક ઈન્ફ્લેમેશન ભક્ષક પણ બની શકે છે

તમને જણાશે નહિ કે આમ થઈ થઈ રહ્યું હોવાની સૂઝ પણ નહિ પડે, પરંતુ લાંબા સમયથી થોડું ઘણું ઈન્ફ્લેમેશન કે આંતરિક સોજા અને દાહ દરરોજ તમારા શરીરને અસર કરતા રહે છે. આના પરિણામે, વજન ઘટાડવાનું, શરીરના હોર્મોન્સને સપોર્ટ, બ્લડ સુગરનાં પ્રમાણ અથવા દિવસભર ઊર્જાના સ્થિર પ્રમાણની જાળવણી મુશ્કેલ બને છે.
રક્ષક ઈન્ફ્લેમેશન ભક્ષક પણ બની શકે છે
તમને જણાશે નહિ કે આમ થઈ થઈ રહ્યું હોવાની સૂઝ પણ નહિ પડે, પરંતુ લાંબા સમયથી થોડું ઘણું ઈન્ફ્લેમેશન કે આંતરિક સોજા અને દાહ દરરોજ તમારા શરીરને અસર કરતા રહે છે. આના પરિણામે, વજન ઘટાડવાનું, શરીરના હોર્મોન્સને સપોર્ટ, બ્લડ સુગરનાં પ્રમાણ અથવા દિવસભર ઊર્જાના સ્થિર પ્રમાણની જાળવણી મુશ્કેલ બને છે. સ્ત્રીઓ મેનોપોઝમાંથી પસાર થતી હોય અથવા ફાંદની ચરબી, ઊંચુ કોલેસ્ટરોલ, પ્રી-ડાયાબિટીસ, સાંધાના દુઃખાવા અથવા નબળાઈ જેવી આરોગ્ય સમસ્યાઓથી પીડાતી હોય, તેમનામાં આ સ્થિતિ વધુ જોવા મળે છે. વિચિત્રતા તો એ છે કે તમે આરોગ્યપ્રદ આહાર લો છો, સક્રિય –પ્રવૃત્તિમય રહો છો, જન્ક ફૂડ લેવાનું ટાળો છો સહિત બધું બરાબર જ કરો છો. આમ છતાં, તદ્દન નિર્દોષ દેખાતી રોજિંદી આદતો તમારી જાણ બહાર શરીરમાં ઈન્ફ્લેમેશન વધારતી રહે છે. ખરેખર તો ઈન્ફ્લેમેશન શરીરનું કુદરતી રક્ષણ મિકેનિઝમ છે. આપણને ઈજા થાય, કે ચેપ સામે લડવાનું હોય ત્યારે શરીરને નુકસાન સામે ઈમ્યુન સિસ્ટમનો હિસ્સો છે. જોકે, ઈન્ફ્લેમેશન લાંબા સમય સુધી રહે એટલે કે શરીરમાં ચેપ કે ઈજા ન હોય છતાં પણ તે એક્ટિવ રહે ત્યારે શરીરના ઉપચારના બદલે તે નુકસાન કરવા લાગે છે. સમયાંતરે ક્રોનિક ઈન્ફ્લેમેશન વજનવૃદ્ધિ (ખાસ કરીને ફાંદ), ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ટાઈપ 2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ કોલેસ્ટરોલ, થાકની નબળાઈ અને નિદ્રામાં અવરોધ, આર્થ્રાઈટીસ, સાંધાના દુઃખાવા અને ઓટોઈમ્યુન સમસ્યાઓ, હોર્મોનલ અસમતુલા, હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમમાં વધારા સહિતની ગંભીર સમસ્યાઓ સર્જે છે. લાંબા સમય સુધી ખોરાક ન લેવો અથવા અનિયમિત આહાર, આરોગ્યપ્રદ સાકરનું વધુ પ્રમાણ, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્ઝ પર નભવું, અપૂરતી નિદ્રા, સતત તણાવગ્રસ્ત જીવન જેવી આદતો ઈન્ફ્લેમેશન વધવા માટે જવાબદાર ગણાય છે.
•••
નાસ્તામાં અખરોટ લો અને મગજની ક્ષમતા વધારો
દરરોજ સવારે ભરપૂર નાસ્તો કરવાથી શરીરની કાર્યક્ષમતા વધે છે તેમ અનેક અભ્યાસોએ પ્રતિપાદિત કર્યું છે. યુનિવર્સિટી ઓફ રીડિંગના સંશોધકોએ નવા અભ્યાસ થકી જણાવ્યું છે કે દરરોજ નાસ્તામાં અખરોટ લેવાથી મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. સૂકા મેવા વિનાના સમાન કેલરી સાથેના નાસ્તાની સરખામણીએ આશરે 50 ગ્રામ અખરોટને મૂઝેલ (દૂધ,અનાજના ફાડા, સૂકો મેવો, મધનું મિશ્રણ) અને દહીં સાથે લેવાથી સમગ્ર દિવસ દરમિયાન રીએક્શનનો સમય ઝડપી બનવાની સાથે યાદશક્તિની કામગીરી બહેતર બને છે. પુખ્તવયના યુવાવર્ગ માટે નાસ્તામાં અખરોટ ભારે ઉપયોગી બની રહે છે. ‘Food & Function’માં પ્રકાશિત અભ્યાસમાં અલગ અલગ પ્રસંગે અખરોટથી ભરપૂર નાસ્તો કરનારા 18-30 વયજૂથના 32 તંદુરસ્ત વયસ્કો પર વિવિધ જ્ઞાનેન્દ્રિય સંબંધિત પરીક્ષણો કરાયા હતા. દરેક બ્રેકફાસ્ટ લીધાના પછી છ કલાક પછી તેમની બ્રેઈન એક્ટિવિટી પર દેખરેખ રખાઈ હતી. સંશોધકો અનુસાર અખરોટ ઓમેગા-3 આલ્ફા લિનોલેનિક એસિડ (ALA), પ્રોટીન અને વનસ્પતિજન્ય સંયોજનો સહિત પોષકતત્વોનું સંમિશ્રણ છે જેનાથી કોગ્નિટિવ - જ્ઞાનેન્દ્રિય સંબંધિત પરફોર્મન્સમાં વધારો થાય છે. અખરોટ એકમાત્ર સૂકોમેવો છે જેમાંથી મગજ અને હૃદયની તંદુરસ્તી વધારનાર ઓમેગા-3 ALAનું ભરપૂર પ્રમાણ તેમજ 4 ગ્રામ વનસ્પતિજન્ય પ્રોટીન મળે છે.
