રોજ થોડીક સેકન્ડનો સમય કાઢી પોતાની સમીક્ષા કરો

આત્મચિંતન એટલે તમારો દિવસ, તમારા કાર્યો અને તમારી લાગણીઓ પર ચિંતન કરવા માટે થોડો સમય કાઢવો. અમેરિકન સાયકોલોજી એસોસિએશન અનુસાર આત્મચિંતન મનને સમજવામાં મદદ કરે છે કે જીવનમાં શું સારું ચાલી રહ્યું છે અને શું સુધારાની જરૂર છે. 

આત્મચિંતન એટલે તમારો દિવસ, તમારા કાર્યો અને તમારી લાગણીઓ પર ચિંતન કરવા માટે થોડો સમય કાઢવો. અમેરિકન સાયકોલોજી એસોસિએશન અનુસાર આત્મચિંતન મનને સમજવામાં મદદ કરે છે કે જીવનમાં શું સારું ચાલી રહ્યું છે અને શું સુધારાની જરૂર છે. આમ કરવાના ચાર સૌથી મોટા લાભ છે. જેમ કે,..
1) શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ કરે છેઃ આપણા કાર્યો પર ચિંતન કરવાથી આપણને સમજવામાં મદદ મળે છે કે આપણે શું સાચું કર્યું અને શું ખોટું.
2) માનસિક તણાવ ઘટાડે છેઃ જ્યારે આપણે આપણી લાગણીઓને ઓળખીએ છીએ, ત્યારે આપણું મન હળવું બને છે. આ તણાવ અને ચિંતા ઘટાડે છે અને આપણું મન વધુ શાંત બને છે.
3) લક્ષ્ય પર ફોક્સ વધે છેઃ રોજ આપણા અનુભવો પર ચિંતન કરવાથી વિક્ષેપ ઓછા થાય છે.
4) ભાવનાત્મક શક્તિ વધે છેઃ જેનાથી આત્મવિશ્વાસ વધે છે અને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે. લાગણીને વધુ સારી રીતે સંચાલિત કરી શકીએ છીએ.

રોજ થોડીક સેકન્ડનો સમય કાઢી પોતાની સમીક્ષા કરો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.