રોટાવાઇરસની રસીથી ડાયાબિટીસનો ખતરો ઘટે

રોટાવાઇરસની રસીથી ડાયાબિટીસન...

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ હેલ્થ ઇન્સ્યોરન્સના રાષ્ટ્રવ્યાપી ડેટાનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કર્યું છે કે જે બાળકોને પેટના ફ્લૂની રોટાવાઇરસ રસી મૂકાય છે તેમને ભવિષ્યમાં ટાઇપ-૧ ડાયાબિટીસ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. 

વોશિંગ્ટનઃ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ હેલ્થ ઇન્સ્યોરન્સના રાષ્ટ્રવ્યાપી ડેટાનો અભ્યાસ કર્યા બાદ તારણ રજૂ કર્યું છે કે જે બાળકોને પેટના ફ્લૂની રોટાવાઇરસ રસી મૂકાય છે તેમને ભવિષ્યમાં ટાઇપ-૧ ડાયાબિટીસ થવાની સંભાવના ઘણી ઘટી જાય છે. ‘સાયન્ટિફિક રિપોર્ટ’ જર્નલમાં આ અહેવાલ પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે રોટાવાઇરસ વેક્સિન અસરકારક રીતે કામ કરે છે. જે બાળકોને રસી મૂકાઇ હતી, તેમને બે મહિનાની અંદર આ વાઇરસના સંક્રમણની સંભાવના ૯૪ ટકા ઓછી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ વાઇરસ નાના બાળકોને વધુ અસર કરે છે. એના સંક્રમણથી ડાયરિયા, ઉલટી અને ગંભીર પ્રકારનું ડિહાઇડ્રેશન થવાની સંભાવના હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે અમેરિકામાં સરેરાશ ૨૫ ટકા બાળકોને આ રસી અપાઇ નથી.

રિસર્ચ ટીમના વડા ડો. મેરી રોજરે કહ્યું હતું કે તે રોટાવાઇરસ વેકસિન તેમજ ટાઇપ-૧ ડાયાબિટીસના જોખમ વચ્ચે કોઈ પ્રકારનું કારણ અને અસરકારક સંબંધ બતાવી શકતા નથી. પરંતુ આ એક અસામાન્ય સ્થિતિ છે અને આથી જ નક્કર તારણ માટે વધુ લોકોના ડેટાનો અભ્યાસ કરવાની જરૂર છે. જોકે અમે એ બાળકોમાં ટાઇપ-૧ ડાયાબિટીસનું પ્રમાણ ઓછું જોયું છે જેમને રોટાવાઇરસની રસી અપાઇ હતી.
ઓસ્ટ્રેલિયામાં પણ આ વર્ષના પ્રારંભમાં આવો જ અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં આ વેક્સિન લેનાર બાળકોને ટાઇપ-૧ ડાયાબિટીસની આશંકા ૧૪ ટકા ઓછી દર્શાવાઇ હતી. આમાં લેબોરેટરીના રિપોર્ટના આધારે કહેવાયું હતું કે આ વેક્સિન પેનક્રિયાસના એ ભાગને અસર કરે છે જે ટાઈપ-૧ ડાયાબિટીસ માટે જવાબદાર છે. ઇન્સ્યુલિન બનાવનાર બીટા સેલના મરી જવાથી ટાઇપ-૧ ડાયાબિટીસ થાય છે અને દર્દીને નિયમિત ઇન્સ્યુલિનના ઇન્જેકશન લેવા પડે છે.

રોટાવાઇરસની રસીથી ડાયાબિટીસન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.