વધુ પ્રમાણમાં ફળો ખાઓ અને ડિપ્રેશનને દૂર રાખો

વધુ પ્રમાણમાં ફળો ખાઓ અને ડિપ્...

‘બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર વધુ ફળો ખાવાથી ડિપ્રેશનને દૂર રાખવામાં મદદ મળી શકે છે. એસ્ટન યુનિવર્સિટીના કોલેજ ઓફ હેલ્થ એન્ડ લાઇફ સાયન્સિસના તાજેતરના અભ્યાસ મુજબ, જે લોકો ફળોનું સેવન નિયમિતપણે કરે છે તેમનામાં સકારાત્મક માનસિક સુખાકારીનું સ્તર વધુ સારું હોવાં સાથે ડિપ્રેશનના લક્ષણો ઓછાં જોવા મળે છે. 

વધુ પ્રમાણમાં ફળો ખાઓ અને ડિપ્રેશનને દૂર રાખો

‘બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર વધુ ફળો ખાવાથી ડિપ્રેશનને દૂર રાખવામાં મદદ મળી શકે છે. એસ્ટન યુનિવર્સિટીના કોલેજ ઓફ હેલ્થ એન્ડ લાઇફ સાયન્સિસના તાજેતરના અભ્યાસ મુજબ, જે લોકો ફળોનું સેવન નિયમિતપણે કરે છે તેમનામાં સકારાત્મક માનસિક સુખાકારીનું સ્તર વધુ સારું હોવાં સાથે ડિપ્રેશનના લક્ષણો ઓછાં જોવા મળે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સામાન્ય સપ્તાહ દરમિયાન ઉપયોગમાં લેવાતા કુલ જથ્થા કરતાં ફળોના સેવનની ફ્રિક્વન્સી મનોવૈજ્ઞાનિક આરોગ્ય માટે વધુ મહત્ત્વપૂર્ણ છે. જે લોકો ક્રિસ્પ્સ સહિતના ઓછાં પોષક તત્ત્વો ધરાવતા ચટપટા ખાદ્યપદાર્થો ખાય છે તેમનામાં ચિંતાના લક્ષણો વધુ જોવા મળે છે. યુકેની 428 વ્યક્તિ પર હાથ ધરાયેલા અભ્યાસમાં ફળો, શાકભાજી, મીઠાં અને ચટપટા નાસ્તાના સેવન અને મનોવૈજ્ઞાનિક સુખાકારી વચ્ચેના સંબંધની તપાસ કરાઈ હતી. જે લોકો ઓછા પોષક તત્ત્વો ધરાવતા ક્રિસ્પ્સ જેવાં ચટપટા નાસ્તા વારંવાર ખાતા હતા, તેઓમાં માનસિક સુખાકારી ઓછી હોવાનું જણાયું હતું અને રોજિંદી માનસિક ચૂકનાં અનુભવની શક્યતા વધુ હતી. ઓછાં પોષક તત્ત્વો ધરાવતા ચટપટા નાસ્તા, સામાન્ય યાદશક્તિની ચૂક અને મનોવૈજ્ઞાનિક આરોગ્ય વચ્ચે વિશિષ્ટ સંબંધ છે. આ લોકોમાં નાની રોજિંદી યાદશક્તિની ભૂલોમાં વસ્તુઓ ક્યાં મૂકી હતી તે ભૂલી જવું, ચોક્કસ રૂમમાં શા માટે ગયા તે ભૂલી જવું, અને મિત્રોના નામ ‘હૈયે હોય પણ હોઠે ન આવે’ જેવી બાબતોનો સમાવેશ થાય છે. ફળો અને શાકભાજી બંનેમાં મગજના સારાં આરોગ્યને ટેકો આપતા એન્ટીઑકિસડન્ટ્સ, ફાઇબર અને અન્ય માઇક્રોન્યુટ્રિઅન્ટ્સનું પ્રમાણ ભરપૂર હોય છે. રાંધવાથી આ પોષક તત્ત્વો ઘટી શકે છે. આથી, ફળોને કાચા ખાવાનું જ હિતાવહ ગણાય.

•••

કુપોષણ સંબંધિત ડાયાબિટીસનું સત્તાવાર નામ ‘ટાઈપ 5’

આપણે સામાન્યપણે ‘ટાઈપ 1’ અને ‘ટાઈપ 2’ પ્રકારના ડાયાબિટીસથી પરિચિત છીએ. કુપોષણ-સંબંધિત ડાયાબિટીસ, જે ટાઇપ 1 અને ટાઇપ 2 થી અલગ છે. તેને હવે સત્તાવાર ‘ટાઇપ 5 ડાયાબિટીસ’ નામ આપવામાં આવ્યું છે. થાઇલેન્ડના બેંગકોકમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF)ની વર્લ્ડ ડાયાબિટીસ કોંગ્રેસની બેઠક 8 એપ્રિલના રોજ મળી હતી તેમાં આ સંબંધે મતદાન કરવામાં આવ્યું હતું.
કુપોષણ-સંબંધિત ડાયાબિટીસ મેલિટસનું પ્રથમ વર્ણન 1955માં જમૈકામાં કરાયું હતું અને તે મોટાભાગે નીચલા અને મધ્યમ-આવક ધરાવતા દેશો (LMICs)માં યુવાન પુરુષોમાં જોવા મળે છે, જેમનું બોડી માસ ઇન્ડેક્સ < 19 હોય છે. ઘણીવાર આ લોકોને ટાઇપ 1 ડાયાબિટીસ હોવાનું ખોટું નિદાન થાય છે, પરંતુ ઊંચા બ્લડ ગ્લુકોઝ સ્તર અને ઊંચી ઇન્સ્યુલિન જરૂરિયાતો હોવા છતાં તેમનામાં કીટોનુરિયા અથવા કીટોસિસ વિકસતાં નથી.
ટાઇપ 5 ને ટાઇપ 1 ડાયાબિટીસથી અલગ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે વધુ પડતું ઇન્સ્યુલિન આપવું ઝડપથી જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે, ટાઇપ 5 ની સારવાર માટે હજુ સુધી સ્પષ્ટ માર્ગદર્શિકા નથી, કેટલાક ડેટા અનુસાર ખૂબ ઓછી માત્રામાં ઇન્સ્યુલિન સાથે મૌખિક દવાઓનું સંયોજન સૌથી અસરકારક હોઈ શકે છે. ટાઇપ 5 ડાયાબિટીસ ધરાવનારાએ તેમના પોષણમાં ઘણું વધારે પ્રોટીન અને ઓછું કાર્બોહાઇડ્રેટ લેવું જોઈએ તેમજ ઉણપ હોય તેવાં માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ પર ધ્યાન આપવું જોઈએ.
અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન અનુસાર એકલ જનીનો જેવા અન્ય કારણો, સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા એક્સોક્રાઇન પેન્ક્રિયાટિક રોગો અથવા દવા/રાસાયણિક-પ્રેરિત ડાયાબિટીસને ‘ટાઇપ 3’ ડાયાબિટીસ ગણાવાય છે જ્યારે ‘ટાઇપ 4’ એ ગર્ભાવસ્થાનો ડાયાબિટીસ છે.

વધુ પ્રમાણમાં ફળો ખાઓ અને ડિપ્...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.