વાળની અનિચ્છનીય વૃદ્ધિ રોકવા સ્વીટનરનો ઉપયોગ
શરીરમાં આડેધડ થતી વાળની વૃદ્ધિ રોકવા માટે તમે રેઝર, વેક્સ અથવા ટ્વીઝર્સનો ઉપયોગ કર્યો હશે પરંતુ, તમે સ્વપ્ને પણ ન વિચાર્યો હોય એવો વધુ સરળ અને ઓછો પીડાદાયક ઉકેલ પણ છે.
વાળની અનિચ્છનીય વૃદ્ધિ રોકવા સ્વીટનરનો ઉપયોગ
શરીરમાં આડેધડ થતી વાળની વૃદ્ધિ રોકવા માટે તમે રેઝર, વેક્સ અથવા ટ્વીઝર્સનો ઉપયોગ કર્યો હશે પરંતુ, તમે સ્વપ્ને પણ ન વિચાર્યો હોય એવો વધુ સરળ અને ઓછો પીડાદાયક ઉકેલ પણ છે. તમે ખોરાક અને ડ્રિન્ક્સમાં ખાંડના વિકલ્પ તરીકે ઉપયોગ કરો છો તે સ્વીટનરને ત્વચા પર લગાવવાથી ત્યાં વાળ ઉગતા જ બંધ થઈ જાય છે. સંશોધકોને જણાયું છે કે માનવત્વચામાં રહેલા વાળના રુંવાડામાં ટેસ્ટ રિસેપ્ટર્સ આવેલા હોય છે જે તેને કડવા કે તુરા સ્વાદ પ્રત્યે સંવેદનસીલ બનાવે છે. ‘બ્રિટિશ જર્નલ ઓફ ડર્મેટોલોજી’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર સ્ટેવિયા રિબાઉડિઆના (Stevia rebaudiana) પ્લાન્ટમાંથી મેળવાતા રિબાઉડિઓસાઈડ A (Reb A) સ્વીટનર ફોલિકલ્સ પર લગાવવાથી વાળની વૃદ્ધિ અટકી જતી હોવાનું જણાય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ અથવા ફેસલિફ્ટ કરાવનારા પેશન્ટ્સ દ્વારા દાનમાં અપાયેલી માનવ ખોપરીની ત્વચાના સેમ્પલ્સ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જીવંત માનવી પર આ પદ્ધતિનો ઉપયોગ કરાયો નથી પરંતુ, અભ્યાસ જણાવે છે કે હજુ આગળ સંશોધન વાળની અનિચ્છનીય વૃદ્ધિ રોકવા નવતર અને દવાઓ વિનાની સ્ટ્રેટેજી તરફ લઈ જઈ શકે છે. જર્મની અને ફ્લોરિડાના સંશોધકોને જણાયું હતું કે, માનવ ખોપરીના વાળના રુંવાડા કે કોશિકાઓ કડવા ટેસ્ટ રિસેપ્ટર TAS2R4 મારફત સ્વાદ લઈ શકે છે તેમજ કેમોસેન્સરી સિગ્નલ્સ પણ મોકલી શકે છે.
•••
માખણ ખાઓ અને અકાળે મૃત્યુના જોખમને નિવારો
વિજ્ઞાનીઓએ અકાળે મુત્યુ અને કેન્સરથી મોતના સંદર્ભે માખણ વિરુદ્ધ વનસ્પતિજન્ય તેલોની સરખામણી કરી છે. ‘JAMA Internal Medicine’ જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસમાં જણાવાયું છે કે વનસ્પતિજન્ય તેલો અને ખાસ કરીને ઓલિવ ઓઈલ, સોયાબીન ઓઈલ અને કેનોલા ઓઈલની સરખામણીએ માખણનો ઉપયોગ કરવાથી અકાળે મૃત્યુના જોખમને નિવારી શકાય છે. સંશોધકોને જણાયું હતું કે દૈનિક 10 ગ્રામ વનસ્પતિજન્ય તેલોના બદલે તેટલા જ પ્રમાણમાં માખણ લેવામાં આવે તો સમગ્રતયા મૃત્યુદરમાં અંદાજે 17 ટકા અને કેન્સરથી મૃત્યુદરમાં 17 ટકાનો ઘટાડો થાય છે. નિષ્ણાતો કહે છે કે ઓમેગા-3 ફેટી એસિડ્સનું ઊંચુ પ્રમાણ ધરાવતી આરોગ્યપ્રદ ચરબી સમગ્રતયા તંદુરસ્તી માટે આવશ્યક છે. અભ્યાસમાં સંશોધકોએ ત્રણ અલગ અલગ વસ્તી સાથેના અભ્યાસો ‘ધ નર્સીસ હેલ્થ સ્ટડી (1990-2023)’, ‘ધ નર્સીસ હેલ્થ સ્ટડી II (1991-2023)’, અને ‘હેલ્થ પ્રોફેશનલ્સ ફોલો-અપ સ્ટડી (1990-2023)’માંથી 200,000 થી વધુ લોકોના ડેટાની ચકાસણી કરી હતી. દરેક અભ્યાસમાં કેન્સરથી મુક્ત, કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ, ડાયાબિટીસ અથવા ન્યૂરોડીજનરેટિવ ડિસીઝ સાથેના લોકોનો સમાવેશ કરાયો હતો. માખણના ઉપયોગના સંદર્ભે રાંધવામાં માખણ અથવા ભોજન વખતે ખોરાકમાં માખણ ઉમેરવાનો સમાવેશ કરાયો હતો જ્યારે વનસ્પતિજન્ય તેલોના વિકલ્પોમાં ઓલિવ ઓઈલ, સોયાબીન ઓઈલ, કોર્ન ઓઈલ, કેનોલા ઓઈલ અને સફ્લાવર ઓઈલનો સમાવેશ થયો હતો. ફોલો-અપના 33 વર્ષમાં પાર્ટિસિપેન્ટ્સને લેવાતા ખોરાકની બેઝલાઈન અને દર ચાર વર્ષે પ્રશ્નાવલિ અપાઈ હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગાયનો ખોરાક ઘાસ છે અને તેના દૂધમાંથી મળતા માખણમાં કેન્સર, કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ, ક્રોનિક ઈન્ફ્લેમેશન અને રોગપ્રતિકાર કાર્યો માટે લાભદાયી કુદરતી ફેટી એસિડ કોન્જ્યુગેટેડ લિનોલિક એસિડ (CLA) જેવાં પોષક તત્વો વધુ હોય છે તેમજ સેચ્યુરેટેડ ફેટનું ઓછું પ્રમાણ અને અનસેચ્યુરેટેડ ફેટ અને વિટામીન Aનું વધુ પ્રમાણ હોય છે. આમ છતાં, માખણના ઉપયોગમાં પણ સમતોલન રાખવું જરૂરી છે.
